તપાસ:વાપી GIDCની ત્રણ કેમિકલ કંપનીમાં IT વિભાગનો સરવે

વાપી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવે તેવી સંભાવના

વાપી જીઆઇડીસીની ત્રણ જેટલી કેમિકલ કંપનીઓમાં સુરત-વાપી ઇન્કમટેકસ વિભાગ દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો હતો. કંપનીની ઓફિસ, કંપનીના માલિકના રહેણાંક સ્થળ સહિત મોડી રાત્ર સુધી સર્ચ ચાલ્યુ હતું. આ સરવેમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવે તેવી સંભાવના છે. થોડા સમય પહેલાં આઇટી વિભાગે સર્ચ કર્યુ હતું.

દિવાળીના તહેવારો બાદ આઇટી વિભાગ સક્રિય થયુ છે. ટેક્સ ચોરી કરતી કેમિકલ કંપનીઓ પર સંકજો કસવાનું શરૂ કરવામાં આવ્યું છે. વાપીની ત્રણ કંપનીઓ પર ગુરૂવારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ઘણા લાંબા સમય બાદ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીને પગલે કંપની સંચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.

આઈટીના સકંજામાં આવેલી કંપનીઓ દ્વારા ઈન્કમટેક્સની કેટલી ચોરી કરવામાં આવી તે હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ ઇન્વેસ્ટિગેશન વિંગની પાંચથી વધુ ટીમોએ ત્રણ જેટલી કેમિકલ કંપનીની ઓફિસ, રહેઠાણ તેમજ ફેકટરીમાં સર્વે હાથ ધર્યો હતો. આ સરવે મોડીરાત સુધી ચાલ્યો હતો. ત્રણ પૈકી એક કંપનીમાં તો થોડા સમય અગાઉ પણ તપાસ એજન્સીઓ દ્વારા સર્ચ કરાયુ હતું. ત્રણેય ઉદ્યોગપતિઓની કંપનીઓમાં સવારથી જ હાથ ધરાયેલી કામગીરીના કારણે કરોડોની ચોરી ઉજાગર થવાની સંભાવના છે. આઇટીના સરવેના કારણે વાપીના ઉદ્યોગપતિઓમાં રાત્ર સુધી આ અંગે ચર્ચા ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...