તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:વાપી હરિયા હોસ્પિટલમાં વૃદ્ધના હાર્ટમાં પાર્ટીશન વૉલની સર્જરી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાબા હ્રદય વચ્ચેના ભાગની દીવાલનું પુન: નિર્માણની બાયપાસ સર્જરી કરાઇ

વાપીમાં રહેતા સદાનંદ અંચન (ઉ.વ.67)ને 3 ઓગષ્ટે હાર્ટ એટેક આવ્યો હતો. આ એટેક પછી 10માં દિવસે બીજા મોટો એટેક આવ્યો હતો. હાર્ટની ડાબી અને જમણી બાજુ વચ્ચે પાર્ટીશન વોલના (વચ્ચેની દીવાલના) ભાગમાં મોટો હોલ (કાણું) પડી ગયુ હતું. જેને પોસ્ટ એમઆઇ-વેન્ટ્રિક્યુલર (પોસ્ટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન વેન્ટ્રિક્યુલર) સેપ્ટલ ખામી તરીકે પણ ઓખળવામાં આવે છે.

હરિયા હોસ્પિટલમાં 17 ઓગષ્ટે સર્જરી કરવામાં આવી હતી. જેમાં 4 લાંબી શસ્ત્રક્રિયા કરી જમણા અને ડાબા હદય વચ્ચેના ભાગની દીવાલનું પુનનિર્માણ અને બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. દર્દીને આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતાં. 23 ઓગષ્ટે રજા આપવામાં અાવી હતી. તબીબોએ ગંભીર હાર્ટ સર્જરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...