કપરાડા અને ધરમપુર તાલુકાના પ્રાથમિક શાળાના 5000 બાળકોને સુરત અને વાપીની સંસ્થા શૈક્ષણિક કીટ આપશે. ધરમપુર, કપરાડા તાલુકામાં સુરત, વાપી , પારડીની સેવા સંસ્થાઓ દ્વારા છાંયડો સુરતના ઉપપ્રમુખ રામજીભાઇ ચાંડક, વાપીના દેવેન્દ્ર જૈન, જગદીશ ચાવડા, ફાલ્ગુનીબેન મહેતા વાપી, લાયન્સ કલબની ટીમ, સુરત મહિલા મંડળ, પ્રમોદભાઇ ભુસારા, પુથરાજભાઇ વગેરેનું સંકલન કરી મોટાપોંઢા કોલેજના નિવૃત આચાર્ય બી.એન.જોષીના નેતૃત્વમાં 2800 આદિવાસી સમાજના બાળકોને જરૂરી ચીજવસ્તુઓ અને શૈક્ષણિક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તામછડી, મોહપાડા, ઢાંકવ ડ, વિરક્ષેત્ર ખાતે સ્વેટર, સ્કુલ ડ્રેસ, સ્કૂલ બેગ, ટી-શર્ટ સાડી વિતરણ સાથે દરેકને નાસ્તો સુખડી લાડુ ફરસાણ આપવામાં આવ્યુ હતું. વિરક્ષેત્ર ખાતે 7 પ્રાથમિક શાળાના બાળકોને સ્કૂલબેગ, ડ્રેસ, નાસ્ત ો 775 બાળકોને અપાયો હતો. પ્રા.શાળા વિરક્ષેત્ર, ભાતાડી,કો તલગામ, પાંખવેરા,કુકુન િયા, મોહખેડા, રાસપાડા શાળાઓમાં ડ્રેસનું વિતરણ કરાયુ હતું.
ધરરમપુર કપરાડા તાલુકાના ઉંડાણ ગામોમાં 8 જાન્યુઆરીએ ફરી પ્રાથમિક 1200 શાળાના બાળકોને સ્કૂલબેગ, ડ્રેસ,નાસ્ત ો અપાશે. છાંયડો સંસ્થા સુરત અને શ્રીમાનસ મંડળ સુરત દ્વારા 5 હજાર બાળકોને અને પરિવારને ઢાંબળા,ચંપલ, ડ્રેસ આપવામાં આવશે. આમ સુરત,વાપી અને પારડીની સામાજિક સંસ્થાઓના સહયોગથી આદિવાસી વિસ્તારના બાળકોને ઉપયોગી થાય તે મુજબ સામાજિક કામગીરી કરવામાં આવે છે.
બે વર્ષમાં કુલ 75 તલાવડી બનાવી અનોખી કામગીરી કરી
તામછડી, મોહપાડા, કોલવે રા ખાતે પંચદેવ મંદિરનું નિર્માણ કર્યુ છે. આમ જરૂરિયાતમંદ બાળકો અને પરિવારજનોને શિયાળાની ઠંડી માટે સ્વેટર, ધાબળા સાડીઅને તલના લાડનું વિતરણ થયુ હતું. શબરી છાત્રાલય કપરાડાના ટ્રસ્ટી નિતિનભાઇ ,અંકેશભાઇ શાહ, ભાનુભાઇ જોષી દ્વારા બે વર્ષમાં અમૃત મહોત્સવ નિમિતે 75 તલાવડીનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. છાંડયો સંસ્થાના પ્રમુખ ભરતભાઇશાહ ,રામજીભાઇની સહાયથી બી.એન.જોષી તથા પ્રમોદભાઇ વિરક્ષેત્ર ખાતે છાત્રાલય ચલાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.