તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કોરોનાના કેસો વધવા છતાં રવિવારી બજાર ચાલૂ

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ અને પાલિકા રવિવારી બજાર બંધ ન કરાવતાં સંક્રમણ વધી શકે છે

વાપીમાં કોરોનાની બીજી લહેરમાં ફરી કેસો આવવાનું શરૂ થઇ ચુકયુ છે,આમ છતાં બજારમાં રવિવારી બજાર ભરાતાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા. ત્યારે વાપીમાં રવિવારી બજાર બંધ ન રહેતા આગામી દિવસોમાં વાપીમાં સંક્રમણ વધી શકે છે. રવિવારી બજારને સંપૂર્ણ તંત્રએ બંધ કરાવ્યુ હતું. કોરોનાના કેસો ન વધે તે માટે દર રવિવારે પાલિકાના કર્મચારીઓ અને પોલીસ અહી તૈનાત રહેતી હોય છે, પરંતુ આ રવિવારે ફરી રવિવારી બજાર ભરાયુ હતું.

જેને લઇ આજુબાજુ વિસ્તારના લોકો ખરીદી માટે ઉમટી પડયા હતાં. લોકોની ભીડ ઉમટી પડતાં સામાજિક અંતરના ધજાગરા ઉડી ગયા હતાં. બીજી તરફ કોરોનાના કેસો વધતાં કલેકટર આર.આર.રાવલે ઘણાં નિર્દેશો કર્યા છે,આમ છતાં વાપીમાં રવિવારી બજારને બંધ કરાવવા પાલિકા અને પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

જેને લઇ વાપી શહેરમાં આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવના છે. પોલીસ અને પાલિકા હાલ રવિવારી બજારમાં ભીડ ન ઉમટે તેવા પ્રયાસો કરવાની જરૂર છે, પરંતુ રવિવારે તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં ન આવતાં ભીડ એકત્ર થઇ હતી.

બજારનો કાયમી ઉકેલ આવતો નથી
વાપી બજારમાં ભરાતાં રવિવારી બજાર અંગે સામાન્ય સભામાં ઠરાવ પણ કરાયો છે. રવિવારી બજાર ન ભરતા દેવા અંગેના નિર્ણય બાદ પણ છૂટક વેપારીઓ રવિવારી બજારના સ્થળે રવિવારે આવી પહોંચે છે. આ વખતે પોલીસ અને પાલિકાએ તેમને અટકયા ન હતાં. હવે રવિવારી બજાર ભરાવવા અંગે પોલીસ અને પાલિકા કાયમી પ્રશ્ન ઉકેલે તેવી માગ લોકોમાં ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો