નિર્ણય:વાપી રેલવે બ્રિજનો કાટમાળ તાત્કાલિક હટાવવાનું સૂચન

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતની અધ્યક્ષતામાં પ્રથમ ગુરૂવારે બે લોકોએ જ સૂચનો રજુ કર્યા

વાપી રેલવે ઓવરબ્રિજની તોડવાની કામગીરીમાં ટ્રાફિક નિયંત્રણ માટે દર ગુરૂવારે પ્રાંત કચેરીમાં લોક સુનાવણીનો નિર્ણય લેવાયો હતો. જે અંતગર્ત ગુરૂવારે પ્રથમ લોક સુનાવણીમાં બે શહેરીજનોએ પોતાના સૂચનો કર્યા હતાં.જેમાં બ્રિજને તોડવાની કામગીરીની સાથે તાત્કાલિક કાટમાળ સ્થળ પરથી હટાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું.જયારે અન્ય એક ટેકનિકલ પ્રશ્ન રજુ થયો હતો. જો કે પ્રથમ સુનાવણીમાં શહેરીજનોએ ઓછો રસ દાખવ્યો હતો.

પારડી પ્રાંત અધિકારી ડે.જે.વસાવાની અધ્યક્ષાતામાં ગુરૂવારે સવારે 10.30 કલાકે પ્રાંત કચેરી પારડી ખાતે વાપી ઓવરબ્રિજ તોડવાની કામગીરી બાબતે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.વાપી ડીવાયએસપી દવે, પાલિકા ચીફ ઓફિસર શૈલેષ પટેલ સહિત સંબંધિત અધિકારીઓની હાજરીમાં વાપીના ડો.દિક્ષિતે પ્રથમ સૂચન કર્યુ હતુ. જેમાં હયાત રેલવે ઓવરબ્રિજને તોડવાની કામગીરી બાદ તાત્કાલિક કાટમાળને હટાવામાં આવવો જોઇએ.

જેથી લોકોને રાહત થઇ શકે. ચલાના શહેરીજને બ્રિજની લંબાઇ ઘટાડવા અંગેની રજૂઆત કરી હતી. પાલિકાના ચીફ ઓફિસર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે બે સૂચનો ગુરૂવારે આવ્યા હતાં. જેમાંથી એક સૂચન ટેકનિકલ છે. બીજી તરફ ગુરૂવારે પ્રથમ લોક સુનાવણી હતી. લોકોના સૂચનોની સંખ્યા ઓછી હતી. વાપી ખાતે લોક સુનાવણી કરવામાં આવે તેવી માગ શહેરીજનોમાં ઉઠી રહી છે. વાપીના લોકો પારડી સુધી સુનાવણીમાં પહોંચી શકે તેમ ન હોવાનું પણ કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...