તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ઉદવાડામાં કચરાના નિકાલ માટે જમીન ફાળવવા મંત્રીને રજૂઆત

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારસી સમુદાયના વડાદસ્તુરે અન્ય ચર્ચા પણ કરી હતી

પારસી સમુદાયનાં વડાદસ્તુરે ઉદવાડાગામ તેમજ આજુબાજુનાં ગામોમાં કચરાઓનું યોગ્ય નિકાલ માટેનું આયોજન કરવામાં આવે તેવી વનમંત્રીને રજૂઆત કરી હતી.ઉદવાડાગામ પારસી સમુદાયનાં વડાદસ્તુર ખુરશેદ દસ્તુરજીની રાજયનાં વન-આદિજાતિ મંત્રીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.ત્યારે વનમંત્રીએ વડાદસ્તુરને તમારી કોઇ સમસ્યા હોઇ તો જણાવશો તેવું જણાવતાં વડાદસ્તુર ખુરશેદ દસ્તુરજીએ ઉદવાડાગામ તેમજ તેની આજુબાજુમાં આવેલ ગામોમાં ગંદા કચરાનો યોગ્ય નિકાલ માટે જમીન ફાળવી આપવા જણાવ્યું હતું.

અને રાજય સરકાર તેમજ લોકભાગીદારીથી કચરાનાં યોગ્ય નિકાલ માટેનું આયોજન કરવામાં આવે તેવું કહયું હતું.ઉદવાડા આરએસ થી ઉદવાડાગામ સુધીનાં ગ્રામ્ય વિસ્તારમાં કચરાનો યોગ્ય નિકાલ માટે પારસી સમુદાયનાં વડાદસ્તુરે તૈયારી બતાવી હતી. પરંતુ રાજય સરકાર કચરાનો યોગ્ય નિકાલ માટે જમીન ફાળવી આપે તો આ બાબતે સહયોગ આપવા વડાદસ્તુરે જણાવ્યું હતું.ત્યારે આ બાબતે વનમંત્રીએ યોગ્ય નિકાલ કરવા માટેની ખાતરી આપી હતી.આમ વનમંત્રીએ ઉદવાડાગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી.તેમાં એરિકભાઇ, મહેશ ભટૃ, માજી સરપંચ રાજુ પટેલ હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...