તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા સત્રનો પ્રારંભ:કપરાડામાં નેટવર્કના અભાવે વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ ન મેળવી શક્યાં

વાપી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 900 થી વધુ શાળાઓમાં ઓનલાઇન અભ્યાસકાર્ય શરૂ

જિલ્લાની 900થી વધુ પ્રાથમિક શાળાઓમાં સોમવારથી નવા શિક્ષણ સત્રનો ઓનલાઇન પ્રારંભ થયો હતો, પરંતુ પ્રથમ દિવસે જ કપરાડા તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં મોબાઇલ નેટવર્કના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકયા ન હતાં. સોમવારથી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ થયો હતો. કોરોનાના કારણે વિદ્યાર્થીઓ ઘરેથી જ અભ્યાસ કરશે. ઓનલાઇન શિક્ષણથી અભ્યાસકાર્ય ચાલશે, પરંતુ કપરાડા જોગવેલ, સુથારપાડા પીપરોણી પેંઢારદેવી ગામ સહિતના 20 ગામડાઓમાં મોબાઇલનું નેટવર્ક પકડાતુ નથી.

આજે પણ મોબાઇલ નેટવર્કના ફાંફા છે. કપરાડાના 20 ગામોમાં નેટવર્કના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતા નથી. નવા સત્રના પ્રારંભે કપરાડાની અનેક સ્કુલના વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે જ ઓનલાઇન શિક્ષણ મેળવી શકયા ન હતાં. સતત બીજા વર્ષે પણ કપરાડાના વિદ્યાર્થીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

રજૂઆતોને ધ્યાને લેવાતી નથી
કપરાડાના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીથી સરકારને જાણ કરાઇ હતી. રજૂઆતો છતાં નેટવર્કનો પ્રશ્ન ઉકેલાયો નથી. મોટાપોંઢા કોલેજના નિવૃત આચાર્ય બી.એન.જોષીએ રાજય સરકારને વિદ્યાર્થીઓને મોબાઇલ નેટવર્કના અભાવે શિક્ષણ ન મળતુ હોવાની રજૂઆત કરી હતી, પરંતુ હજી પ્રશ્ન ઉકેલાયો નથી.

અન્ય સમાચારો પણ છે...