પડતર માગ:વાપી અને સંઘપ્રદેશના હજારો રાજસ્થાનીઓ માટે ત્રણ ટ્રેનના સ્ટોપેજની પ્રબળ બનેલી માગ

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાન પ્રગતિ મંડળના ટ્રસ્ટી બીકે દાયમાએ રેલવે મંત્રીને રજુઆત કરી

વાપી તથા સંઘપ્રદેશ દમણ, સેલવાસમાં હજારો રાજસ્થાનીઓ વેપાર ધંધા અર્થે સ્થાઇ થયા છે જેઓને પોતાના વતન રાજસ્થાન જવા માટે એકસ્પેસ ટ્રેનોના સ્ટોપેજન અભાવ હોય ભારે હાલાકી ભોગવવી પડતી હોય રાજસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ વાપી,દમણ, સેલવાસના ટ્રસ્ટી બી.કે દાયમાએ વાપીની મુલાકાતે આવેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્વને લેખિત રજુઆત કરી છે.

વાપીમાં સ્થાઇ અને છેલ્લા 26 વર્ષથી સામાજીક કાર્યકર તરીકે જાણીતા રાજસ્થાન પ્રગતિ મંડળ વાપી,દમણ,સેલવાસના ટ્રસ્ટી એવા બુદ્ધીપ્રકાસ દાયમાએ સોમવારે વાપી સ્ટેશને સેલવાસ જવા ઉતરેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્વનું સ્વાગત કરી વાપી અને સંઘપ્રદેશ વિસ્તારમાં સ્થાઇ હજારો રાજસ્થાનિ પરીવારો માટે પોતાના વતન જવા છેલ્લા 7 વર્ષથી બાંદ્રા- હિંસાર વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેન 22915,22916 ને સપ્તાહમાં 2 વખત દોડવાવા માગ કરી છે. ઉપરાંત તેમણે બાંદ્રા -ઉદેપુર 02901,02902 જે ઉદેપુર ,ચિત્તોડ ઘઢ,ભીલવાડાના લોકો માટે મુખ્ય ટ્રેન હોય આ ટ્રેનનું વાપી સ્ટોપેજ આપવા તેમજ આઝાદી બાદ પ્રથમ વખત શરૂ કરાયેલી શેખવટી,અંચલના, ઝુઝુન સિકર જિલ્લાના હજારો લોકો માટેની દુરંતો સુપર ફાસ્ટ ટ્રેન જે સીધી મુંબઇથી દોડે છે તેને પણ વાપી સ્ટોપેજ આપવાની માગ લેખિતમા કરી છે. આ ઉપરાંત બી.કે દાયમાએ વાપી સ્ટેશને પ્લેટફોર્મ પર જવા માટેના બ્રીજની ઉંચાઇ વધુ હોય 6 ઍસ્કેલેટર જે મંજૂર થયા છે તેને ઝડપથી લગાવી યાત્રીઓને સુવિધા પુરી પાડવાની પણ માગ કરી છે જે અંગે રેલવે મંત્રીએ ઘટતું કરવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...