તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:‘ટીબી મુક્ત ગુજરાતમાં કરારબધ્ધ કર્મચારીઓના શોષણ બંધ કરો’

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • GRCSU દ્વારા સરકારમાં રજૂઆત કરાઇ

ગુજરાત ટીબી મુકતને સાકાર કરવા ગુજરાત આરએનટીસીપી-એનટીઇપી કરારબધ્ધ કર્મચારી સંઘના તમામ કર્મચારીઓ સભ્યોએ કોરોના કાળમાં ભારે જહેમત અને આયોજનપૂર્વક ટીબીને નાથવાની કપરી કામગીરીને સઘન બનવી છે.

24 માર્ચના રોજ લોકડાઉનની શરૂઆત થઇ ત્યારથી આજ સુધી કપરા સંજોગોમાં કોઇ પણ પ્રકારના લાભ વગર તેમજ ઓરમાયા વર્તનને સહન કરીને પણ વર્ષોથી ટીબી નાથવાની કામગીરીમાં કાર્યરત કરારી કર્મીઓનાં અવાજને બુલંદ બનાવવા વર્લ્ડ ટીબી ડે નિમિતે સંઘપ્રમુખ હેમાંશુ પંડયા દ્વારા ટીબી મુકત ભારત ટીબી મુકત ગુજરાત,શોષણમુકત કર્મચારીઓના નારા સહ સૌથી જુના અને મહેનતુ આ કરારી કર્મીઓને સમજી તેઓને શોષણમુકત કરવા સરકારમાં આહવાન કર્યુ છે.

સરકારમાં જણાવ્યુ હતું કે અમોને ન્યાય આપો અમારી પાસે રસ્તા પર આવવા સમય નથી અને અમારા દર્દીઓ પરત્વે સંવેદનશીલ છીએ.ધીરજની કસોટી ન કરશો આપના સ્વપ્નો અધિકારીઓથી નહિ અમારી મહેનતથી સાકાર થશે.

વિશ્વ ટીબી દિવસે જીઆરસીએસયુના કરાર બધ્ધ ટીબી વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્ન અંગે સરકારમાં રજૂઆત કરી હતી. કોરોના કાળમાં પણ આ કરાર બધ્ધ કર્મચારીઓએ વિશેષ સેવા પૂરી પાડી હતી. આ કર્મચારીઓનો પ્રશ્ન ઝડપથી હલ કરવા અંગે માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો