નિર્ણય:સ્ટોન ક્વોરી સંચાલકોની સોમવારે સરકાર સાથે બેઠક,હડતાળ અંગે નિર્ણય આવશે

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ બેઠકમાં હાજર રહી પડતર પ્રશ્રોની રજૂઆત કરી ઉકેલ લાવશે

વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ક્વોરી સંચાલકોની અચોક્કસ મુદ્તની હડતાળના 14 દિવસ થયાં છે. જિલ્લામાં સરકારી પ્રોજેક્ટોના 300 કરોડના કામોને અસર થઇ છે. ત્યારે હવે રાજય સરકારે ક્વોરી એશો.ના પ્રતિનિધિઓને સોમવારે ગાંધીનગર બેઠકમાં બોલાવ્યાં છે.

ક્વોરી સંચાલકોની હડતાળના પગવે કપચી,ગ્રીટ,ઝીણી કપચી, સ્ટોન જેવા માલસામાનની અછત વર્તાવા લાગી છે. જિલ્લામાં બ્રિજના 8 કામોને સીધી અસર પડી રહી છે. વલસાડ જિલ્લામાં 300 કરોડના વિકાસના કામોને સીધી અસર થઇ રહી છે. વાપી અને વલસાડ બિલ્ડરો પણ મટીરીલ્યર્સ માટે દોડતા થયા છે. દિવ્ય ભાસ્કરે શનિવારે આ અંગે વિગતવાર અહેવાલ રજુ કર્યો હતો. હવે શનિવારે રાજય સરકારે ક્વોરી એશો.ના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવાનો નિર્ણય લીધો છે.

વલસાડ જિલ્લા ક્વોરી એશો.ના પ્રમુખ મુકેશસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ ક્વોરી એશો. સાથે વાત કરી છે. સોમવારે ગાંધીનગર ખાણ-ખનીજ અધિકારીઓ સાથે બેઠક યોજવાની જાહેરાત છે. જેમાં રાજયમાંથી ક્વોરી એશો.ના પ્રતિનિધિઓ હાજર રહેશે. 14 દિવસથી ક્વોરી એશો. ચાલતી હડતાળ અંગે સોમવારે ફાઇનલ નિર્ણય આવે તેવી સંભાવના છે.

38 ક્વોરીનું 100 કરોડનું ટર્ન ઓવર
ક્વોરી એસો. સાથે વર્ષોથી સંકળાયેલા વાપીના ઉદ્યોગપતિ મુકેશસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે વિવિધ માગ સાથે ક્વોરી સંચાલકો હડતાળ પર છે. વલસાડ જિલ્લાની 38 કવોરીમાં 100 કરોડનું ટર્નઓવર મહિને થાય છે. મંગળવારે સરકાર સાથે વાતચીતની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...