તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઈન એકમ કસોટી:આજથી ધો. 9થી12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એકમ કસોટી શરૂ

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભ્યાસક્રમ ઓક્ટોબર અને નવેમ્બર સુધીનો રહેશે

કોરોનાના કારણે વાપી સહિત વલસાડ જિલ્લાની શાળાઓ બંધ છે. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે 28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી લેવામાં આવશે. આ કસોટીમાં અભ્યાસક્રમ ઓક્ટોબર અને નવેમ્બર માસ સુધીનો રહેશે. વિદ્યાર્થીઓને આ કસોટી માટે લિંક મોકલવામાં આવશે.

વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓ શાળા બંધ હોવાથી અનોલાઇન અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે ધો.9 થી ધો.12ની એકમ કસોટી 28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન લેવાનું આયોજન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરાયું છે. જેમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ એકમ કસોટી લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

વિદ્યાર્થીઓએ લખેલા ઉત્તરોની સોફ્ટ કોપી અથવા હાર્ડ કોપીમાં 6 જાન્યુઆરી સુધીમાં શાળાના આચાર્યને પહોંચતા કરવાના રહેશે.વિદ્યાર્થીઓ એકસ કસોટી ઘરે બેઠા બેઠા આપશે. જો કે હાલ શાળાઓ શરૂ થવાના કોઇ એંધાણ દેખાતા નથી. જેથી વિદ્યાર્થીઓએ ઘરેથી ઓનલાઇન અભ્યાસ ચાલુ રાખવો પડશે. વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રશ્નપત્રના જવાબ આપી સબમિટ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો