તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજુરી:આજથી જિલ્લાના 150 જીમ 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 માસ જીમ બંધ રહેતા સંચાલકોને અંદાજે 50 કરોડનું નુકસાન

જિલ્લામાં છેલ્લા બે માસથી કોરોનાની સેકન્ડ વેવના કારણે જીમો બંધ હતાં. આખરે રાજય સરકારે છૂટ આપી છે. જે અંતગર્ત જિલ્લાના 150 જેટલા જીમ શુક્રવારથી 50 ટકાની ક્ષમતા સાથે શરૂ થશે. સરકારની એસઓપીના પાલન સાથે ફરી જીમો ખુલશે. છેલ્લા બે માસથી જીમ બંધ રહેતા અંદાજે 50 કરોડનું નુકસાન થયું હોવાનું સંચાલકો જણાવી રહ્યાં છે. વાપી સહિત વલસાડ જિલ્લામાં કોરોનાની સેકન્ડ લહેરના કારણે બે માસથી દરેક ક્ષેત્ર બંધ રહ્યા હતાં. હાલ કોરોનાના કેસો ઘટતા ધીમે-ધીમે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી રહી છે. શુક્રવારથી બાગ બગીચા,મંદિરો ,જીમોને ખુલવાની મંજુરી સરકારે આપી છે.

જેથી વાપીના 30 જીમ સાથે જિલ્લાભરના અંદાજે 150 જેટલા જીમો શરૂ થઇ જશે. ફરી યુવાનો શુક્રવારથી જીમમાં જઇ શકશે. બે માસથી જીમ બંધ રહેવાથી જીમના સંચાલકોને ભારે નુકસાન થયુ છે. હાલ સરકારે જીમ ખુલવાની મંજુરી આપતાં જીમ સાથે સંકળાયેલા લોકોએ રાહત અનુભવી છે

મહિને દોઢથી પોણા બે લાખનું નુકસાન
બે માસથી જીમો બંધ રહેવાથી દર મહિને જીમદીઠ પોણા બેથી બે લાખ સુધીનું નુકસાન થયુ છે. મોટા જીમના ખર્ચાઓ વધુ હોય છે. સ્ટાફને પગાર આપવાનો રહેતો હોય છે. જીમની લોનો ચાલુ રહી છે. એક જીમમાં 300 લોકો સરેરાશ આવતા હોય છે. જીમ સંચાલકોની હાલત કોરોનામાં બહુ જ ખરાબ થઇ ગઇ છે. > અસ્ફાક રાણા, જીમ સંચાલક,વાપી

અન્ય સમાચારો પણ છે...