વેકેશનની અસર:વાપીથી સૌરાષ્ટ્ર તરફ જતી ST બસો હાઉસ ફુલ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરો માટે 5 વધારાની બસો, મહારાષ્ટ્ર તરફની બંધ એસટી બસો શરૂ

વાપી એસટી ડેપોમાં ઉનાળુ વેકેશનના કારણે કેટલીક રૂટો હાઉસ ફુલ બની રહ્યાં છે. જેમાં ખાસ કરીને વાપીથી સૌરાષ્ટ્ર તરફ જતી સાળંગપુર,સોમનાથ,સાવરકુંડલા, અમદાવાદ સહિતની ટ્રીપોમાં હાલ વેઇટિંગ બોલી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફ મુસાફરોનો હાલ વધુ ઘસારો જોવા મળી રહ્યો છે. ડેપો દ્વારા મુસાફરોની સરળતાં માટે 5 વધારાની એસટી બસો દોડાવામાં આવી રહી છે.વાપી એસટી ડેપોની લાંબા અંતરની એસટી ટ્રીપોમાં હાલ વેઇટિંગ બોલી રહ્યું છે. ઉનાળુ વેકેશનના કારણે એસટી બસોમાં ધસારો વધી રહ્યો છે. સૌથી વધુ હાઉસ ફુલ વાપીથી સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસોમાં જોવા મળી રહ્યું છે.

જેમાં વાપીથી સોમનાથ, વાપીથી સાળંગપુર,વાપીથી સાવરકુંડલા સહિત લાંબા રૂટો પર વેઇટિંગ બોલી રહ્યું છે. આ સાથે વાપી-અમદાવાદ (વોલવો)માં પણ હાઉસ ફુલ જેવી સ્થિતિ છે. ઉનાળુ વેકેશનના કારણે ,સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફના એસટી રૂટોમાં ટ્રાફિક વધુ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વાપીથી સુરત એક્સપ્રેસ બસોમાં પણ મુસાફરોનો ઘસારો વધી રહ્યો છે. એસટી ડેપોના ધનસુખભાઇ પટેલે જણાવ્યું હતું કે ઉના‌ળુ વેકેશનના કારણે લાંબા રૂટની બસોમાં વેઇટિંગ છે. 12 જુન સુધી આ સ્થિતિ રહેશે. લાંબા રૂટ પર તે દિવસે એસટી બસમાં ટિકિટ મળવી મુશ્કેલ છે.

આ રૂટ પર વધારાની બસો દોડાવાય છે
વાપી ડેપો દ્વારા ખાનવેલ (સેલવાસ)થી સુરત, વાપીથી દાહોદ, વાપીથી કૌચા (કપરાડા),વાપીથી ટીટુમાળ,વાપીથી સુરત સહિતના રૂટો પર વધારાની બસો દોડાવામાં આવી રહી છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને ઉનાળુ વેકેશનમાં સરળતા રહે તે માટે કપરાડા, સેલવાસ સહિતના રૂટો પર વધારાની બસો દોડાવામાં આવી રહી છે.

કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી મહારાષ્ટ્ર રૂટ પરની બસ સેવા ફરી શરૂ
છેલ્લા થોડા મહિનાથી મહારાષ્ટ્ર એસટી નિગમના કર્મચારીઓ હડતાળ પર હતાં. જેથી વાપીથી મહારાષ્ટ્ર તરફ જતી એસટી સેવા ઠપ હતી, પરંતુ હવે ફરી આ બસ સેવા શરૂ થઇ ગઇ છે. વાપી-ધુલિયા,વાપી શિરડી બસે સેવા પુન: રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવી છે. વાપીથી ઔરંગાબાદ, નાસિક,ધુલિયા,શિરડી સહિતના રૂટો પર એસટી બસો દોડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...