તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:કોંગ્રેસમાંથી પિતાએ ફોર્મ ભર્યા બાદ પુત્રની ઉમેદવારી

વાપી19 દિવસ પહેલા
 • કૉપી લિંક

|વાપી તાલુકા પંચાયતની સલવાવ રિર્ઝવ બેઠકમાં પિતાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું હતું પણ જાતિનો દાખલો ન મળતાં ફેરફાર કરવો પડયો હતો. વાપી તાલુકા પંચાયતની સલવાવ-19 બેઠક પર કોંગ્રેસે રણછોડભાઇ માયાવંશીને ટિકિટ આપી છે. આ બેઠક રિર્ઝવ હોવાથી ઉમેદવારીપત્રમાં પિતાનો જાતિનો દાખલો અથવા ભાઇ કે બહેનના જાતિના દાખલો આપવાનો રહે છે, પરંતુ રણછોડભાઇ પાસે પિતાનો દાખલો ન હોવાથી મુંઝવણ ઊભી થઇ હતી. જેને લઇ તાત્કાલિક તેમના રણછોડભાઇના પુત્ર જયેશભાઇ માયાવંશીએ ઉમેદવારીપત્ર ભર્યુ હતું. પિતાની જગ્યાએ હવે પુત્ર ચૂંટણી લડશે. જો કે પુત્ર પાસે તમામ ડોકયુમન્ટ હોવાથી તરત તેમણે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

બલીઠા જિ.પં.ની બેઠક પર બીટીપીની ઉમેદવારીવાપી તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ચાર બેઠકો પર અપક્ષ ઉમેદવારોની સંખ્યા હોવાથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જંગ થશે. જયારે બલીઠા જિલ્લા પંચાયતની બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે બીટીપી (ભારતીય ટ્રાયબલ પાર્ટીના) ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. જયારે છરવાડા જિ.પંચાયતની બેઠક પર રાતાના સરપંચ અને માજી સરપંચ વચ્ચે સીધો મુકાબલો હોવાથી પરિણામ પર સૌની મીટ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો