તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:કપરાડાના ચેપાગામના મજુર માતા- પિતાનો પુત્ર રાજ્યકક્ષાની લાંબી દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેરેથોનમાં મળેલા રૂપિયામાંથી શુઝ-ટીશર્ટ ખરીદ્યા, ઓલિમ્પિકમાં ભાગ લેવાનું સપનું

વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ એવા ચેપા ગામે રહેતા 21 વર્ષીય સુનિલ કામડીએ હિમ્મતનગરમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલી રાજય કક્ષાની 1500 મીટર લાંબી દોડની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. અગાઉ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમાંકે રહીને સુનિલ કામળીઅે ગામના યુવાઓ અને વડીલો દ્વારા અભિનંદન પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું.

ચેપા ગામના છેક નાનકડા ગામમાં સાત ભાઇ બહેનોમાં સૌથી નાનો સુનિલ કામળીએ કોલેજના અભ્યાસ દરમિયાન કબડ્ડી જેવી સ્પર્ધામાં ભાગ લઇ યુર્નિવસિટી કક્ષાએ રમ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હોસ્ટેલમાં રહીને કોલેજનો અભ્યાસ કરી રહેલા સુનિલ કામડીના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. તેમના માતા-પિતા મજુરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે.

સુનિલે દોડની સ્પર્ધામાં ભાગ લેવા માટે અનેક મેરેથોન દોડમાં ભાગ લઇને વિજેતા બની ઇનામની રકમમાંથી દોડની પ્રેક્ટિસ માટે શુઝ સહિત અન્ય સામગ્રીની ખરીદી કરી હતી. સુનિલે ધરમપુરની વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પણ યુનિવર્સિટી લેવલે ત્રણ વખત લાંબી દોડમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સુનિલે કહ્યું કે, હજી વધુ પ્રેકટિશ કરીને તે ઓલિમ્પિકમાં ભાગ લેવાનું સપનું જોઇ રહ્યો છે જે માટે તેઓ તનતોડ મહેનત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...