કાર્યવાહી:વાપી પાલિકાના માજી સભ્યના પુત્રની દુષ્કર્મ કેસમાં ધરપકડ

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રેમ સંબંધ બાદ લગ્ન કરવા ના પાડી દીધી હતી

વાપી ડુંગરા પોલીસ હદ વિસ્તારમાં રહેતી એક 19 વર્ષની યુવતીએ પાલિકાના માજી કોર્પોરેટરના પુત્ર દિવ્યાંગ નરેશ હળપતિ ઉ.વ.21 સામે 23 જુલાઇએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી બંને પ્રેમસંબંધમાં હતા. જે દરમિયાન અવારનવાર દિવ્યાંગે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

જોકે તે બાદ લગ્ન કરવા માટે યુવતીએ કહેતા આરોપીએ તે માટે ના પાડી દેતા યુવતી અસમંજસમાં મૂકાઇ હતી. પોલીસે આરોપી દિવ્યાંગ રહે.ડુંગરા ચમોલાઇ ફળિયા સામે દુષ્કર્મનો ગુનો નોંધી બીજા દિવસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. માજી કોર્પોરેટરના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર વાપીમાં આ ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...