તપાસ:વાપીની કેટલીક શાળા અને કોલેજના વિદ્યાર્થી નશાના બંધારણી થઈ રહ્યા છે

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્લમ વિસ્તારમાં વેચાતા ગાંજા સહિતના નશીલા પદાર્થો છાત્રો સુધી પહોંચે છે

વાપી વિસ્તારામાં દબાતા પગે કેટલીક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓમાં નશાની બદી ઘૂસી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. આ બાબતે વહીવટી તંત્ર દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માગ બળતર બની છે. સુરત બાદ સૈથી વધુ વિકસીત વાપી મહારાષ્ટ્રની નજીક હોવાથી અહીં નશીલા પદાર્થોની બદી પણ વધી ગઇ છે. વારંવાર વાપીના સ્લમ વિસ્તારમાંથી ગાંજા સહિતના નશીલા પદાર્થો વેચનારા ઝડપાવાના કિસ્સા સામે આવતા રહ્યા છે તો ભૂતકાળમાં અહીંની કેટલીક કંપનીમાં ડ્ર્ગ્સ બનાવવાનું રેકેટ પણ ઝડપાયું છે.

આ નશીલા પદાર્થોની બદી શાળા કોલેજના વિદ્યાર્થીઓ સુધી પહોચી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છેજેમાં કેટલીક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આ નશાના બંધારણી હોય ચાલુ શાળાએ પણ હળવો નશો કરીને જતા હોય છે જેમાં ખાસ કરીને ધો.8થી 12 અને કોલેજના છાત્રોનો સમાવેશ થાય છે

.વાપીના એક જાગૃત નાગરીકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વાપીના સ્લમ વિસ્તાર એવા ગીતાનગર,ડુંગરા,ડુગરી ફળીયા, છીરી સહિતની કેટલીક શાળામાં 13થી 18 વર્ષથી ઉપરના બાળકો ગાંજા,ઇ સિગારેટ સહિતનો ચોરી છૂપે નશો કરે છે અને શાળામાં પણ જાય છે.આ બાબત નવી પીઢી માટે અત્યંત ગંભીર હોય વહીવટી તંત્ર,પોલીસ વિભાગે ગુપ્ત રાહે ઊંડી તપાસ શરૂ કરવી જોઇએ અને આરોગ્ય વિભાગને સાથે રાખી શાળા- કોલેજોમાં ઉપરોક્ત આયુ ધરાવતા છાત્રોનું આકસ્મિક મેડિકલ ચેકઅપ કરાવવામાં આવે તો વાસ્તવિક્તા બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...