ચોરી:વાપીમાં તસ્કરો ગોડાઉનમાંથી 25 ગેસ સિલિન્ડર ચોરી ગયા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો 48 હજારના બાટલા ઉઠાવી ગયા

વાપી ચણોદમાં આવેલી ગેસ એજન્સીનું ફર્સ્ટ ફેઝ જીઆઇડીસીમાં ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાંથી રાત્રિએ તસ્કરોએ તાળાં તોડી અંદર મુકેલા 25 સિલિન્ડની ચોરી કરી ગયા હતા. વાપી ડુંગરી ફળિયામાં રહેતા જિતેશ પટેલ ચણોદ સ્થિત આદર્શ ગેસ એજન્સીમાં મેનેજર તરીકે નોકરી કરે છે.

રવિવારે જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગેસ એજન્સીનું ફર્સ્ટ ફેઝ જીઆઇડીસીમાં ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં સોમવારની રાત્રિએ તસ્કરોએ તાળા તોડીને 20 ખાલી કોર્મશિયલ અને 5 ડોમેસ્ટિક ભરેલા સિલિન્ડરની ચોરી કરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...