કામગીરી:વાપી નપાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિરોધ વચ્ચે માપણીની પ્રક્રિયા પૂર્ણ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારથી સ્થળ પરથી ઝાડી-ઝાંખર દુર કરાયા

વાપી પાલિકાના જીયુડીસી સંચાલિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીમાં શુક્રવારે કેટલાક સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો,પરંતુ શનિવારે સ્થળ પર ડિસ્ટ્રીકટ ઇન્સ્પેકટર લેન્ડ રેવન્યુ વિભાગની ટીમે સંબંધિત વિભાગોની હાજરીમાં માપણી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પ્રોજેકટની સરહદ નક્કી થતાં સોમવારથી સ્થળ પર ઝાડી ઝાંખર દુર કરી કામનો પ્રારંભ કરાશે એવું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતુ. વાપી પાલિકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ-2 માટે છેલ્લા અઢી વર્ષથી પ્રયાસ કરવામાં આવે છે,

પરંતુ સ્થાનિક ચંડોરના રહીશોના વિરોધના કારણે આ પ્રોજેકટ આગળ વધી શક્યો ન હતો.તાજેતરમાં વાપી પાલિકાએ પોલીસ બંદોબસ્ત માગ કામ શરૂ કર્યુ હતું. શનિવારે સ્થળ પર કેટલાક રાજકીય આગેવો અને સ્થાનિકોએ ઉગ્ર રજૂઆતો કરતાં વિરોધનો સુર જોવા મળ્યો હતો, પરંતુ શનિવારે વલસાડ ડીએલઆઇ વિભાગની ટીમે સવારથી માપણીની પ્રક્રિયા હાથ ધરી હતી. ડિસ્ટ્રીકટ ઇન્સ્પેકટર લેન્ડ રેવન્યુ વિભાગની ટીમે શનિવારે માપણીની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી હતી.

હવે સોમવારથી સ્થળ પર ઝાડી ઝાંખર દુર કરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. 22 એમએલડીના 40 કરોડના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણથી બાકી રહેલા વોર્ડના ડોમેસ્ટ્રીક પાણીનું શુદ્ધીકરણ થશે. સ્થળ પર બબાલ કે વિરોધ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...