દુકાનો સિલ:વાપીમાં ફાયર સિસ્ટમ ઊભી ન કરાતાં 14 હાઇરાઇઝ બિલ્ડીંગોની દુકાનો સિલ કરાઈ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર એનઓસી વગરના બિલ્ડીંગોને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરાતા સંચાલકોમાં ફફડાટ

વાપી પાલિકા દ્વારા તાજેતરમાં ફાયર એનઓસી વગરના 83 બિલ્ડીંગોને નોટિશ ફટકારવામાં આવી હતી. હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સિસ્ટમ ઊભી ન કરાતાં પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા બે દિવસમાં કુલ 14 હાઇરાઇઝ બિલ્ડીંગોની દુકાનો સિલ કરવામાં આવી છે. આ ઉપરાંત સોમવારથી ફાયર એનઓસી વગરના બિલ્ડીંગોને સીલ મારવાની કાર્યવાહી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે. જેને લઇ બિલ્ડીંગના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

વાપી નગરપાલિકા દ્વારા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરતની સુચના મુજબ અને રિજનલ ફાયર ઓફિસર સુરત અને ચીફ ઓફિસર વાપી નગરપાલિકાના આદેશ મુજબ પાલિકા હદ વિસ્તારમાં આવેલી હાઈરાઈઝ બિલ્ડીંગ પૈકી નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં નિયમ અનુસાર ફાયર સિસ્ટમ ઊભી કરી રીજનલ ફાયર ઓફિસર સુરત દ્વારા ફાયર એનઓસી રજૂ ના કરી હોય તેવી ત્રણ બિલ્ડીંગોમાં દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રવિવારે બીજી 11 હાઈરાઈઝ બિલ્ડિંગો મળીને કુલ 14 બિલ્ડિંગોની દુકાનોને સીલ કરવામાં આવી હતી. વાપી નગરપાલિકા દ્વારા વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા બિલ્ડીંગોને નિયમોનુસાર ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી તાત્કાલિક રિજનલ ફાયર ઓફિસર સુરત પાસેથી ફાયર એનઓસી મેળવી લેવાની તાકીદ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...