હાલાકી:વાપીમાં 3 માસથી ગટર જામ, ફરિયાદ છતાં હજી નિવારણ નહીં

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
'વાપી ટાંકી ફળિયાની બંધ ગટર લાઇન - Divya Bhaskar
'વાપી ટાંકી ફળિયાની બંધ ગટર લાઇન
  • 10થી વધુ વખત ઓનલાઇન ફરિયાદ, ગંદુ પાણી પરત ઘરમાં આવે છે

વાપી ટાંકીફળિયામાં છેલ્લા 3 માસથી ગટર જામ થતાં સ્થાનિકો પાલિકામાં ઓનલાઇન ફરિયાદ કરી રહ્યા છે. તે છતાં માત્ર બતાવતા પૂરતું કામ કરી ફરિયાદનું નિવારણ થઇ ગયું છે તેમ મેસેજ આવતા લોકોમાં રોષ ફેલાયો છે. વાપી ટાંકીફળિયા સ્થિત પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મકાનથી લઇને શાલીમાર બેકરી સુધીનો ગટર છેલ્લા ત્રણ માસથી જામ હોય સ્થાનિક બન્ટી પટેલે આ અંગે પાલિકામાં ઓનલાઇન ફરિયાદ કરી હતી.

કુલ 8થી 10 વખત ફરિયાદ કરી દેવા બાદ પણ આ સમસ્યાનું નિવારણ આવ્યું નથી. તે છતાં મોબાઇલ ઉપર મેસેજ આવી જાય છે કે, યોર ગાર્બેજ સેનિટેશન રિલેટેડ પ્રોબ્લેમ્સ વિથ કમ્પ્લેન ઇઝ સક્સેસફુલી રિસોલ્વડ. જેને લઇ સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યું છે.

સ્થાનિકોએ જણાવ્યું છે કે, ગટર જામ હોવાના કારણે ગંદુ પાણી રિટર્ન થઇને પરત ઘરોમાં આવે છે. જેને લઇ થતી ગંદકીથી બીમારીનો ભય છે. પોતે જ બનાવાયેલા ખારકુવામાં પણ પાણી ભરાઇ ગયા છે. પેટ્રોલ પંપથી લઇને બેકરી સુધીમાં આવેલ કુલ 10થી વધુ ઘરોની સ્થિતિ દયનીય બની છે. પાલિકા તંત્ર તાત્કાલિક આ સમસ્યાને દૂર કરે તેવી લોક માગ છે.

અન્ય સમાચારો પણ છે...