રજૂઆત છતાં ઉકેલ નહી:વાપી હાઇવે સર્વિસ રોડ પર બલીઠા પાસે ગટર ઉભરાતા લોકોને હાલાકી

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલીક બિલ્ડીંગોનું મળમૂત્રવાળું પાણી માર્ગ પર, રજૂઆત છતાં ઉકેલ નહી

વાપી બલીઠા માર્ગ ઉપર પુરૂષ અધ્યાપન મંદિર નજીક ગોકુલ વિહારના ગેટ નંબર 2થી શિવશક્તિ સો મિલ આગળ રવિ બિલ્ડીંગ અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હોસ્પિટલ વચ્ચે ચોમાસાથી ગટરોના પાણી ઉભરાઇ જતા માર્ગ ઉપર જોવા મળી રહ્યો છે. રસ્તા ઉપર ગંદા પાણી ફેલાઇ જતા વાહનચાલકો સહિત ત્યાંના સ્થાનિકો પણ હેરાન થઇ રહ્યા છે.

આ અંગે એક સ્થાનિકે જણાવ્યું કે, પાલિકામાં અવારનવાર મૌખિક રજૂઆતો છતાં તેની ગંભીરતા લેવાતી નથી. ગટર સહિત મળમૂત્રના પાણી પણ રસ્તા ઉપર આવી જતા અસહ્ય વાસના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે ત્યાંથી પસાર થતી વખતે વાહનોના કારણે આ ગંદુ પાણી રાહદારીઓ ઉપર પણ ઉડે છે. પાલિકા તાત્કાલિક ગટરની સફાઇ કરાવી ગંદુ પાણઈ છોડનારા બિલ્ડીંગના સંચાલકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...