તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:થર્ટી ફર્સ્ટ ઉજવવા દારૂ લઈ જતાં સાત કિન્નરો પારડીથી ઝડપાયા

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે વાનમાંથી 105 બોટલ કબજે કરી

પારડી પોલીસે રવિવારે પાતલિયા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન દમણ તરફથી આવતી એક વાનને અટકાવી અંદર ચકાસણી કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વાહનમાં બેસેલા ચાલક અને સાત કિન્નરોની ધરપકડ કરી 105 બોટલ દારૂ કબજે લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. થર્ટી ફર્સ્ટ ઉજવવા માટે સંઘપ્રદેશ દમણ અને સેલવાસથી ગુજરાતમાં દારૂ ધૂસાડવા લોકો અનેક પ્રયત્ન કરી રહ્યા છે. જોકે વલસાડ જિલ્લા પોલીસે ઠેર ઠેર તમામ ચેકપોસ્ટ ઉપર કડક નાકાબંધી કરી દેતા તેઓ દારૂ ઘૂસાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. આવો જ એક બનાવ રવિવારે સાંજે પાતલિયા ચેકપોસ્ટ ઉપર બન્યો હતો. દમણ તરફથી આવતી એક વાનને અટકાવી અંદર ચકાસણી કરતા દારૂની 105 બોટલ કિંમત રૂપિયા 34800 મળી આવતા પોલીસે ચાલક સહિત 8 લોકોની ધરપકડ કરી હતી.

ચાલક અનિલ કુમાર સાથે 7 કિન્નરો દારૂ લઈ સુરતમાં થર્ટી ફર્સ્ટ ઉજવવા જઈ રહ્યા હતા. પોલીસે આરોપી મિત્રા ભાનુ, જયા રઘુનાથ, મુન્ની બેહરા, શિવાંની ભિખ્ખા, પ્રિતી બિસ્નોઈ અને સપના તીનનાથ ફરિડા તમામ રહે સુરત સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓએ દમણના અલગ અલગ વાઈન શોપથી દારૂ લાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો