ડેલકર આપઘાત કેસ:દાનહના સાંસદ ડેલકરના આપઘાત કેસમાં મુંબઇ હાઇકોર્ટે રદ કરેલી FIRમાં ગંભીર આક્ષેપ કરાયા હતા

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 22મી ફેબ્રુઆરીએ મુંબઈના મરીન ડ્રાઈવ સ્થિત હોટેલમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી
  • પોલીસ ફરિયાદમાં પ્રશાસકે SSR કોલેજ ઉપર કંટ્રોલ મેળવવા દબાણને લઇ આપધાત કર્યો હોવાનું જણાવ્યું હતું

સંઘપ્રદેશ દાનહના ઇતિહાસમાં ચકચાર મચાવનાર સાંસદ મોહન ડેલકરના આપઘાત કેસમાં ગુરૂવારે મુંબઇ કોર્ટે પ્રશાસક સહિત 8 આરોપી સામે નોંધાયેલી એફઆઇઆર રદ કરવાનો આદેશ કરતા ફરી ચર્ચાનો વિષય બન્યો છે. ગત વર્ષે 22મી ફેબ્રુઆરીના રોજ મુંબઇના મરીન ડ્રાઇવ સ્થિત હોટલની રૂમમાં દાનહના સાંસદ મોહન ડેલકરે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. આપઘાતની ઘટનાના 15 દિવસ પછી મુંબઇ પોલીસે મૃતક સાંસદના પુત્ર અભિનવ ડેલકરેને ફરિયાદી બનાવીને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઇ પટેલ, સેલવાસના તત્કાલિન કલેકટર સંદીપસિંગ સહિત આઠને આરોપી બનાવ્યા હતા.

મુંબઇ પોલીસે નોંધાવેલી એફઆઇઆરમાં પ્રશાસક અને પ્રશાસનિક અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.\nએફઆઈઆરમાં એવો આરોપ કરાયો હતો કે મૃત્યુના એક વર્ષ અગાઉથી ડેલકર તીવ્ર દબાણ હેઠળ હતા. દાદરા અને નગર હવેલાના પ્રશાસકનો ડેલકરની ધમધોકાર ચાલતી શૈક્ષણિક સંસ્થા એસએસઆર કોલેજ ઓફ ફાર્મસી એન્ડ મેનેજમેન્ટ પર નિયંત્રણ મેળવવા માટે ડેલકરની સતામણી કરતા હતા અને તેમને આગામી ચૂંટણીઓ લડવાથી પણ રોકતા હતા. આરોપીઓ વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અમિત દેસાઈ અને મહેશ જેઠમલાનીએ આરોપો પાયાવિહોણા, ખોટા અને કાયદાની જોગવાઈથી વિસંગત હોવાની દલીલ કરી હતી.

કેસની તપાસ માટે સિટની રચના કરાઇ હતી
મુંબઇ પોલીસ કમિશનરના ગંભીર આરોપ દરમિયાન 20 માર્ચ, 2021ના તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહે તત્કાલીન મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો કે, ડેલકર કેસમાં કાનૂની અભિપ્રાયમાં એવું જણાવાયું છે કે આ કેસ દાદરા અને નગર હવેલીને સોંપી દેવો જોઈએ. આમ છતાં રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજકીય લાભ ખાટવા માટે એફઆઈઆર દાખલ કરાવીને તેમના આ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસકો અને અન્ય અધિકારીઓનાં નામ લખાવ્યાં હતાં.\n તપાસ\nદરમિયામ મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા આત્મહત્યા મામલે વિશેષ તપાસ ટીમ નીમવામાં આવી હતી. આ ટીમે અનેક વાર સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીની મુલાકાત લીધી હતી અને કેસમાં નામ આવ્યા છે તે નવ જણ સામે પુરાવા ભેગા કર્યા હતા.

નિધન બાદ પેટાચૂંટણીમાં પત્ની કલાબેન ડેલકર વિજેતા બન્યા
22મી ફેબ્રૂઆરી 2021ના રોજ દાનહના સાંસદ મોહન ડેલકરે આપઘાત કરી લીધા બાદ સંઘપ્રદેશ દાનહની લોકસભાની ખાલી પડેલી બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઇ હતી. ગત વર્ષે ઓક્ટોબર માસમાં યોજાયેલી ચૂંટણીમાં મૃતક સાંસદની પત્ની કલાબેન ડેલકરે શિવસેનામાંથી ઉમેદવારી વિજેતા બનીને દાનહના સાંસદ તરીકે ચૂંટાયા છે.

અન્ય સમાચારો પણ છે...