કાર્યવાહી:કપરાડા ટેટબારી પાસે પોલીસને જોતા દારૂ ભરેલી કાર મુકી બે છૂ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારનો નંબર બોગસ નીકળ્યો, 50 હજારનો દારૂ કબજે

લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવિવારે રાત્રિએ પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન બાતમી મળી હતી કે, સેલવાસથી એક કાર દારૂ ભરીને અંતરિયાળ માર્ગથી વાંસદા જઇ રહી છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી બાતમી યુક્ત કાર આવતા ચાલકને ઇશારો કરીને ઊભી રાખવા જણાવ્યું હતું. જોકે, ચાલક પોલીસને ઓળખી જતા કારને મુકીને ફરાર થઇ ગયો હતો.\nપોલીસે કપરાડાના ટેટબારી નજીક કારની તપાસ કરતા તેમાંથી અંદાજે 50 હજારનો બિયર અને વ્હીસકીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીની ઓળખ માટે ઇ ગુજકોર્પ એપ્લિકેશનમાં કારનો નંબર સર્ચ કરતા આ કાર અન્ય કંપનીની જ બહાર આવી હતી.

એન્જિન અને ચેસિસ નંબરથી તપાસ કરતા આ કારનો ઓરિજનલ નંબર જીજે 21 સીબી 8792 જે વાંસદા તાલુકાના ચોંઢાગામે પટેલ ફળિયામા રહેતા પરિમલ જીવણભાઇ બિરારીના નામે રજીસ્ટ્રર હોવાનું ખુલ્યું છે. હાલમાં આ બનાવ અંગે કપરાડા પોલીસે ગુનો નોંધીને ચાર લાખની કાર અને દારૂનો જથ્થો કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...