નવી આશા:મંજરી ઓછી ફુટતા કમોસમી વરસાદથી કેરીના પાકને ઓછું નુકસાન, ઠંડી વધતા ફાયદો થશે

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી દિવસમાં ઠંડી વધે તો આંબા ઉપર નવી મંજરી ફૂટશે - Divya Bhaskar
આગામી દિવસમાં ઠંડી વધે તો આંબા ઉપર નવી મંજરી ફૂટશે
  • ત્રણ દિવસથી માવઠાને લઇ આંબાની મંજરી કાળી પડવાની દહેશત વચ્ચે નવી આશા
  • જયાં-જયાં મંજરી ફુટી છે તે વરસાદના કારણે ફેઇલ થઇ,

વાપી સહિત વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ તથા વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં 34 હજાર હેકટરમાં કેરીનો પાક થાય છે.કમોસમી વરસાદના કારણે કેરીના પાકને પ્રમાણમાં ઓછુ નુકસાન થયુ હોવાનો મત કૃષિ તજક્ષ અને ખેડૂતો વ્યકત કરી રહ્યાં છે. જો કે બે-ત્રણ દિવસમાં ઠંડી વધે તો કેરીના પાક માટે અનુકૂળ વાતાવરણ કહી શકાય છે. વલસાડ જિલ્લામાં 34 હજાર હેકટરમાં કેરીનો પાક લેવામાં આવે છે. જયારે 3 હજાર હેકટરમાં શાકભાજીનો પાક ખેડૂતો લે છે, પરંતુ હાલ છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા વધી છે.

ખાસ કરીને હાફુસ કેરી માટે જાણીતા વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નવેમ્બરથી ફુટેલી મંજરીઓ હાલ કમોસમી વરસાદથી ફેઇલ થઇ છે, પરંતુ જયાં બિલકુલ મંજરી ફુટી નથી ત્યાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ રહે તો કેરીના પાકને અનુકૂળ વાતાવરણ રહી શકે છે. કૃષિ વૈજ્ઞાનિક અને ખેડૂતોના મતે કમોસમી વરસાદથી હાલ કેરીના પાકને નુકસાન ઓછુ છે, કારણ કે આગામી દિવસોમાં ઠંડી વધુ પડે તો ફરી કેરીના પાકને મોટો સહારો મળી શકે તેમ છે. કમોસમી વરસાદ બંધ થાય તે કેરીના પાક માટે હાલ ખુબ જરૂરી છે.જિલ્લાની આંબાવાડીમાં હજુ મંજરી ફૂટવાની શરૂઆત થઇ છે તો કેટલાક ઝાડો ઉપર હજુ મંજરી ફૂટી નથી જેના કારણે આગામી દિવસોમાં ઠંડી વધતા જ નવી મંજરી ફૂટશે જે ખેડૂતોને ચોક્કસ ફાયદો કરાવશે તેવુ જાણકારો બતાવી રહ્યા છે.

જિલ્લાની 34 હજાર હેકટરમાં આંબાવાડીમાં નવા મોરની આશા બંધાઇમંજરી આવવાની શરૂઆત હોય તો ફાયદો થશે હાલ આંબા પર નિકળેલા મોર ફુગના કારણે ડ્રેમેજ થયા છે. બહુ ઓછા પ્રમાણમાં મંજુરી ફુટી હતી, પરંંતુ જયાં મંજરી ફુટવાની શરૂઆત હોય તો ઘણો ફાયદો થશે.થોડા દિવસો ઠંડી વધે તો કેરીના પાકને સીધો ફાયદો થશે. બિલકુલ મંજરી ન ફુટી હોય તો પણ મુશ્કેલી કહી શકાય. હાલ વાતાવરણમાં બદલાવ આવે તે ખુબ જરૂરી છે. > સાગર પાટિલ, કૃષિ વૈજ્ઞાનિક, પરિયા કૃષિ યુર્નિવસિર્ટી

ખેડૂતોએ સ્પે છાંટવાની ફરજ પડશે
વાદળ છાયા વાતાવરણમાં ઠંડક અને માવઠાથી નવેમ્બર માસમાં ફૂટેલા મોરને નુકસાન થશે. ખેડૂતોએ વાતાવરણ ખુલતા ગંધરક સ્પ્રે છંટકાવ કરવો જોઈએ. હવે ઠંડી વઘશે એટલે હજુ પણ મોર ફૂટવાના ઘણા ચાન્સ છે, આમ પણ દક્ષિણ ગુજરાતમાં ઘીરે ઘીરે 25થી 30 દિવસ પાછળ ઋતુ લંબાતી જોઇ શકાય છે, છેલ્લા વર્ષોમાં ફૂટ ઘણી આવે છે. - ધર્મેશ મોદી, ખેડૂત, પારડી

​​​​​​​વરસાદથી કેરીના પાકને ઓછી અસર
કમોસમી વરસાદથી કેરીના પાકને પ્રમાણમાં ઓછી અસર થશે. આ વરસાદથી ઝાડના મુળિયા મજબુત બનશે. થોડા દિવસોમાં ફરી ઠંડી વધવાથી કેરીના મોર ફુટવાનું શરૂ થશે. જેથી કેરીના પાક માટે ખેડૂતોએ સાવધાની રાખવી પડશે. - નગીનભાઇ પટેલ, ખેડૂત, કોપરલી

અન્ય સમાચારો પણ છે...