તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વાપી હાઇવે પર ટ્રક અડફેટે ઘાયલ સ્કૂટર સવારનું મોત

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડના કોસોમકુવા ગામે જુની નીશાળ ફળિયામાં રહેતા અને વાપી બીએસએનએલ કંપનીની ઇકો કાર ચલાવતા શૈલેષ જીવણભાઇ પટેલ ઉ.વ.48 રાબેતા મુજબ ગુરૂવારે પોતાની એક્ટીવા લઇ વાપી કામ ઉપર આવ્યા હતા. સાંજે પરત ઘરે જતી વખતે વાપી જીઆઇડીસી ચારરસ્તા ઓવર બ્રિજ ઉતરતા ભીલાડથી સુરત તરફ જતા રોડ ઉપર એક ટાટા ટ્રક નં.આરજે-14-જીજી-7488ના ચાલકે ગાડી પૂરઝડપે હંકારી એક્ટીવા નં.જીજે-15-ડીએલ-9236ને અડફેટમાં લેતા ચાલક શૈલેષને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

જોકે અકસ્માત કરી ટ્રકચાલક ભાગતા અન્ય વાહનચાલકોએ દોઢ કિલોમીટર સુધી પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જોકે ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક શૈલેષભાઇની 12 વર્ષીય પુત્રી શરીરે વિકલાંગ છે અને એક 7 વર્ષનો પુત્ર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો