તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જવાબદારી:UTમાં ગેરકાયદે બાંધકામની જવાબદારી હવે સરપંચની

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવમાં પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ગેરકાયદે બાંધકામ અથવા તો દબાણ અટકાવવા માટે જેતે વિસ્તારના સરપંચની જવાબદારી નક્કી કરાઇ છે.

સંઘપ્રદેશના પંચાયતી રાજના જોઇન્ટ સેક્રેટરી આશિષ મોહને આદેશ જારી કરી જણાવ્યું છેકે, પ્રદેશમાં હવે ગ્રામીણ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ રોકવાની જવાબદારી જેતે પંચાયતના સરપંચની રહેશે. દાનહ અને દમણ દીવમાં બાંધકામની મંજુરી અને પરવાનગી માટે પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. દાનહ અને દમણ પંચાયત અધિનિયમ 2012ની કલમ 18 મુજબ હવે પંચાયતના સરપંચોની આ ગેરકાયદે બાંધકામ રોકવાની જવાબદારી રહેશે. પંચાયતી રાજના સચિવ આશિષ મોહને સરપંચોને પોતાના વિસતારમાં કોઇપણ પ્રકારના ગેરકાયદે બાંધકામ અંગેનો માસિક રીપોર્ટ જિલ્લા પંચાયતના સીઇઓને આપવો પડશે.

અન્ય સમાચારો પણ છે...