તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી ધિરાણ નિતિ:સરદાર ભીલાડવાળા બેન્ક હવે વિદેશમાં અભ્યાસ માટે વિદ્યાર્થીને ધિરાણ આપશે

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 26 ઓગસ્ટે મળેલી બોર્ડ બેઠકમાં ધિરાણની નીતિમાં બદલાવ

સરદાર ભીલાડવાળા બેન્કની બોર્ડ બેઠકમાં ધીરાણ નિતિમાં ફેરફાર અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતાં. હવે રૂ.50 લાખથી વધુના ધિરાણ મેળવવા હવે 30 ટકા જેટલી સ્થાવર મિલકત તારણમાં આપવાની રહેશે. વિદેશમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓને ધિરાણ આપવાનો પણ નિર્ણય લેવાયો છે.

સરદાર ભીલાડવાળા બેન્કના ચેરમેન જીતેન્દ્ર ક્રાંતિલાલ દેસાઇએ જણાવ્યું હતું કે 26 ઓગસ્ટે મળેલી બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠકમાં વાહન લોન (કાર લોન)માં ધિરાણ લેનારને પાંચ વર્ષ તેમજ સાત વર્ષ બન્ને વિકલ્પો પસંદ કરવાની છૂટ આપવામાં આવી છે. કોર્મશિયલ વાહનો જેમાં 20 લાખથી વધુ ધિરાણ લેનારે 30 ટકા જેટલી સ્થાવર મિલકત તારણમાં આપવાની હતી.જેમાં ફેરફાર કરી રૂ.50 લાખથી વધુ રકમના ધિરાણ મેળવવા માટે હવે 30 જેટલી સ્થાવર મિલકત તારણમાં આપવાની રહેશે.

મશીનરીના તારણ સામે 30 ટકા માર્જીનમની રાખી 70 ધિરાણ આપવામાં આવતુ હતુ તેના બદલે હવેથી 20 માર્જીન મની રાખી 80કા ધિરાણ આપવામાં આવશે. વધુમાં ચેરમેને જણાવ્યું હતું કે હાલ વિદ્યાર્થીઓ વિદેશ વધુ અભ્યાસ માટે જઇ રહ્યાં છે. તેમને 60 લાખ સુધીની શૈક્ષણિક લોન આપવાનું મેનેજમેન્ટે નક્કી કર્યુ છે. સાથે-સાથે મેડિકલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીને 80 લાખ સુધીનું ધીરાણ આ બેન્કમાંથી મળી શકશે. હાલના હરિફાઇના યુગમાં અન્ય બેન્કોની મળતી સુવિધાઓ સાથે કદમ મેળવીને ભીલાડવાળા બેન્કે પણ યુપીઆઇઆઇ સેવા ચાલુ કરી છે. જેમાં પેટીએમ,વોટ્સઅપ પે,ફોન પે ગુગલ પે દ્વારા બીલોનું પેમેન્ટ કરી શકાશે.

વલસાડ જિલ્લાની અગ્રગણીય સરદાર ભીલાડવાળા બેંકમાં સંચાલકો દ્વારા છેલ્લા ચાર વર્ષથી સભાસદોની ડિવિડન્ડ ચૂકવાયું નથી. આ અંગે બેંકના ડિરેક્ટરો યોગ્ય નિર્ણય લેય તેવી સભાસદો આશા સેવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...