સરદાર ભીલાડવાળા બેન્ક:સરદાર ભીલાડવાળા બેન્કે 5.49 કરોડનો અર્ધ વાર્ષિક ગ્રોસ નફો કર્યો

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 સપ્ટ. સુધીમાં બેન્કનો કુલ બિઝનેસ રૂ. 1222.21 કરોડ પર

સરદાર ભીલાડવાળા બેન્કે 30 સપ્ટેમ્બરે પુરા થતા અર્ધ વાર્ષિક નાણાંકિય વર્ષમાં રૂ. 5.49 કરોડનો ગ્રોસ નફો કર્યો છે. હાલની આર્થિક મંદીના માહોલ વચ્ચે પણ બેન્ક તેના સભાસદો, ગ્રાહકો તેમજ ખાતેદારોને પ્રચલિત એવી તમામ ટેકનોલોજી સાથે પોતાની સેવાઓ પુરી પાડી છે. અર્ધ વાર્ષિક નાણાંકિય વર્ષમાં બેન્કની કુલ થાપણો રૂ. 790.76 કરોડ જેટલી થઇ છે. જે ગત વર્ષની સરખામણીમાં રૂ.57.17 કરોડ જેટલી વધુ છે. બેન્કનું કુલ ધિરાણ રૂ. 431.45 કરોડ જેટલું છે. બેન્કનો કુલ બિઝનેસ રૂ. 1222.21 કરોડનો છે.

હાલની ચાલતી કોરોનાની મહામારીમાં ગ્રોસ એન.પી.એ 11.61 ટકા તથા નેટ એન.પી.એ 0.00 ટકા જાળવવામાં સફળતા મેળવી છે. બન્કના ચેરમેન જીતેન્દ્રકુમાર કાંતિલાલ દેસાઇએ જણાવ્યું કે આ યશસ્વી સફળતાનો યશ બોર્ડ ઓફ ડીરેકટર્સ, ડીપોઝીટર્સ, કરજદારો,ગ્રાહકો, સભાસદો અને બેન્ક સાથે સંકળાયેલા તમામ છે. બેન્કના અધિકારી વર્ગ,સ્ટાફના સભ્યોનો હકારાત્મક તેમજ રચનાત્મક સક્રીય સહકારથી પરિણામ શક્ય થઇ શક્યું છે. ચેરમેને તમામના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...