પરંપરા જાળવી રાખી:સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની ક્વોલિટી એસ્યુરન્સ- ફાર્માસ્યુટિકસનું 100% પરિણામ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ ની ક્વોલિટી એસ્યુરન્સ અને ફાર્માસ્યુટિકસ શાખાનું 100 ટકા પરિણામ સાથે વિદ્યાર્થીઓએ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જીટીયુ માં ટોપર રહેવાની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી હતી. બ્રાંચ વાઈઝ પરિણામમાં ફાર્માસ્યુટિકસ શાખામાંથી સરવૈયા સંજય 9.23 સી.પી.આઈ. અને એસ.પી.આઈ સાથે સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં બ્રાંચ વાઈઝ પરિણામમાં દ્રિતીય ક્રમ અને જી.ટી.યુ. ટોપ ટેનમાં આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો.]

કોન્ટ્રાક્ટર ફોરમ 9.23 સીપીઆઈ. અને એસપીઆઈ સાથે બ્રાંચ વાઈઝ પરિણામમાં દ્રિતીય ક્રમ અને જીટીયુ ટોપ ટેનમાં નવમો ક્રમ પ્રાપ્ત કરી કોલેજ અને સંસ્થાનું નામ વધાર્યું છે, નાયક નીલ 8.92 સીપી.આઈ. અને એસ.પી.આઈ સાથે ત્રીજા ક્રમે અને કિકાણી ઉત્કર્ષ 8.92 સી.પી.આઈ. અને એસ.પી.આઈ સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

જ્યારે ક્વોલિટી એસ્યુરન્સ શાખામાંથી બ્રાંચ પરિણામમાં કચ્છી જાગૃતિ 8.77 સી.પી.આઈ. અને એસ.પી.આઈ. સાથે યુનિવર્સીટીમાં છઠ્ઠા ક્રમે, ચૌહાન માનસી નરેન્દ્રસિંહ 8.77 સીપીઆઈ અને એસપીઆઈ સાથે છઠ્ઠા ક્રમે અને લાડ શિવમ 8.77 સીપીઆઈ અને એસપીઆઈ સાથે છઠ્ઠો ક્રમ પ્રાપ્ત પ્રાપ્ત કરી કોલેજ તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે.

સિધ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના પૂરાણી સ્વામી કપિલ સ્વામી, ટ્રસ્ટીગણ, એમ. ફાર્મ હેડ ડૉ. શૈલેશ લુહાર, હિતેન ઉપાધ્યાય, આચાર્ય ડૉ. સચિન નારખેડે, તેમજ સ્ટાફે એમ. ફાર્મસીના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...