શોધખોળ બાદ ફરિયાદ:ડુંગરાની સગીરા ટ્યુશને ગઇ અને વિધર્મી અપહરણ કરી ગયો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે શોધખોળ બાદ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ

વાપી ડુંગરામાં રહેતી 17 વર્ષીય સગીરા ઘરેથી કોમ્પ્યુટર ક્લાસમાં ગયા બાદ મોડે સુધી તે પરત ન ફરતા પરિવારને શોધખોળમાં જાણ થઇ હતી કે, એક વિધર્મી ઇસમ તેમની દીકરીને ભગાડી ગયો છે. જેથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાપી ડુંગરામાં રહેતી એક માતાએ મંગળવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમની 17 વર્ષીય દીકરી 9 જુલાઇના રોજ સાંજે તેમની પાસેથી 20 રૂપિયા લઇને કોમ્પ્યુટર ક્લાસીસના ટ્યુશન માટે નીકળી ગઇ હતી. ટ્યુશન છુટવાના સમયે માતાએ પુત્રીને ફોન કરી ભારે વરસાદને લઇ ભાઇને લેવા માટે મોકલવા કહેતા પુત્રીએ જણાવેલ કે, હું રિક્ષામાં બેસી ગઇ છું અને ઘરે જ આવું છું. ત્યારબાદ રાત્રિના 8 વાગ્યા સુધી તે પરત ન આવતા ટ્યુશન ક્લાસમાં જઇ તપાસ કરતા જાણવા મળેલ કે, તે ટ્યુશને ગઇ જ ન હતી.

ફરીથી પુત્રીના ફોન ઉપર કોલ કરતા મોબાઇલ સ્વીચ ઓફ બતાવતા જેથી આજુબાજુમાં તપાસ કરતા પાડોશીઓએ જણાવેલ કે, તેમની કરિયાણાની દુકાનની ઉપર એક ચાલીમાં રહેતા મહેતાબ અકબાલ હુસેન ખાનની સાથે રહેતો મહમદ રજા ઉર્ફે સહજાદ રહે.યુપી પણ રૂમ પર નથી અને તે જ તેમની દીકરીને ભગાડી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...