ફરિયાદ:છરવાડાની સગીરા ઘરથી ગુમ થઇ

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છરવાડા સ્થિત રમઝાનવાડીમાં આવેલ દૃષ્ટિ છાયા એપાર્ટમેન્ટમાં રહેતા વિજયભારત ચૌબે એ શનિવારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી છે કે, તેમની 15 વર્ષીય દીકરી નિરાલી શુક્રવારે રાત્રે પરિવાર સાથે જમી પરવારીને ઘરમાં સુઈ ગઈ હતી. શનિવારે સવારે 5 વાગે જ્યારે તેમની પત્ની જાગી ત્યારે નિરાલી ઘરમાં ન દેખાતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કોઈ જગ્યાએ પત્તો ન લાગતા પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ નોંધાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...