કેરીનું આગમન:APMCમાં કેસર-હાફુસનો ભાવ રૂ.1800-2000, કેરી માર્કેટ 10થી 15 દિવસમાં ધમધમતી થશે

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર-પારડી એપીએમસીમાં કેસર અને હાફુસ કેરીનો આવેલો પ્રથમ ફાલ. - Divya Bhaskar
ધરમપુર-પારડી એપીએમસીમાં કેસર અને હાફુસ કેરીનો આવેલો પ્રથમ ફાલ.
  • જિલ્લાની ધરમપુર-પારડી-વલસાડની માર્કેટમાં અખાત્રીજના દિવસે મુહૂર્ત કરાયું

વાપી સહિત વલસાડ જિલ્લામાં અખાત્રીજ બાદ કેરીઓ બજારમાં આવતી હોવાની પરંપરા છે. મંગળવારે અખાત્રીજના દિવસે પારડી, ધરમપુરના બામટી એપીએમસીમાં કેરીનું આગમન થયુ હતુ. બંને સ્થળોએ પ્રથમ દિવસે કેસર,હાફુસનો (20 કિલોનો) 1800-2000નો ભાવ બોલાયો હતો. તમામ એપીએમસી હવે 10થી 15 દિવસમાં કેરીઓથી ધમધમતા થઇ જશે. ઓછા પાકના કારણે કેરીના ભાવો ઉંચા જ રહેવાની સંભાવના છે. વલસાડ જિલ્લામાં એપીએમસીમાં અખાત્રીજના દિવસે કેરીનું મુર્હુત કરવામાં આવે છે. જે મુજબ મંગળવારે પારડી અને ધરમપુર બામટી કેરી માર્કેટમાં ખેડૂતોએ કેરી આગમન સાથે મુર્હુત કર્યુ હતું.

પ્રથમ કેરીનો જથ્થો કેરી માર્કેટમાં પહોંચ્યો હતો. આ વખતે જિલ્લાની આંબાવાડીઓમાં કેરીનો પાક માત્ર 30 ટકા છે. જેના કારણે શરૂઆતના તબક્કે જ કેરીના ભાવો ઉંચા બોલાયા હતાં. પારડી અને ધરમપુરમાં પ્રથમ દિવસે કેસર અને હાફુસના 1 મણના 1800થી 2000 ભાવ બોલાયો હતો. ધરમપુરના સહકારી ક્ષેત્રના આગેવાન જીવાભાઇ આહિરે જણાવ્યું હતું કે આ કેરીના પાક ઓછો થયો છે.

મગળવારે બામટી કેરી માર્કેટમાં 100 સ્ટોલ ધારકોએ કેરીનું મુર્હુત કર્યુ હતું. હજુ 10થી 15 દિવસમાં કેરી માર્કેટમાં વધુ કેરી આવવાનું શરૂ થશે. અખાત્રીજ બાદ ખેડૂતો પોતાની કેરી કેરી માર્કેટમાં મોકલવાનું શરૂ કરે છે. આમ વલસાડ જિલ્લાની એપીએમસીમાં પ્રથમ તબક્કે કેરીના ભાવો ઉંચા બોલી રહ્યાં છે. ઓછા પાકના કારણે લોકોને કેરીનો સ્વાદ મોંઘો લાગશે.

સતત 3 વર્ષથી કેરીનો પાક નિષ્ફળ
ખેડૂતોએ જણાવ્યું હતું કે માવઠા, વાદળછાયા વાતાવરણના કારણે કેરીના પાકને સીધી અસર થઇ રહી છે. પુષ્કળ પ્રમાણમાં કણી આવ્યાં બાદ ખરાબ વાતાવરણના કારણે કણીઓ કાળી પડી ગઇ હતી. સતત ત્રણ વર્ષથી ખેડૂતોનો કેરીનો પાક નિષ્ફળ જઇ રહ્યો છે. સરકારના કૃષિ વિભાગે આ માટે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવું જોઇએ. વાડીમાં કેરીનો પાક સારો આવ્યો છે.

રાજાપુરી 600,તોતાપુરી 300 રૂપિયા મણ
કેરી તૈયાર થવામાં અને જથ્થાબંધ આવકને હજુ 10 દિવસ લાગશે.મંગળવારે અક્ષય તૃતીયાના મુર્હુતને સાચવવા પારડી એપીએમસીના ઘણા વેપારીઓએ મુર્હુત કર્યુ છે. પ્રથમ દિવસે હાફૂસ 1800-2000, કેસર 1500-2100, રાજાપુરી 600 તોતાપુરી 300 ભાવ રહ્યાં હતાં. - ધર્મેશ મોદી,વેપારી,પારડી એપીએમસી

​​​​​​​ઓછા પાકના કારણે ભાવો વધુ
આ વખતે કેરીનો પ્રમાણ ઓછો છે, જેના કારણે કેરીના ભાવો વધુ રહેશે, પરંતુ ખેડૂતોને કેરીનો પાક પુષ્કળ થાય તે માટે તજજ્ઞોની ટીમ સમયાંતરે માર્ગદર્શન આપવું જોઇએ.જેથી ખેડૂત વર્ષ દરમિયાન અથાગ મહેનત કરી સારુ વળતર મેળવી શકે છે. આ માટે આયોજન થવું જોઇએ. - હર્ષદભાઇ દેસાઇ, ખેડૂત,પલસાણા

અન્ય સમાચારો પણ છે...