તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:બગવાડામાં 62 કરોડનો ROB, ફાટકે વેડફાતો સમયમાંથી મુક્તિ, બગવાડાથી ઉદવાડા થઈ દમણ અને પારડી તરફ જતાં અંદાજે 5 હજાર વાહનચાલકોને સીધો ફાયદો થશે

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 18 માસમાં રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ કરવાનો દાવો
 • ટોલનાકા પાસે ટ્રાફિક જામની સમસ્યા પણ હલ થશે

વાપી નજીક બગવાડા ટોલનાકા નજીક રેલવે ફાટક પાસે ટ્રાફિક જામનો પ્રશ્ન હવે કાયમી હલ થશે. કારણ કે ડીએફસીસીના પ્રોજેકટ અંતગર્ત બગવાડા ફાટક પાસે 62 કરોડના ખર્ચે બે માર્ગીય રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઇ ચુકી છે. આગામી 18 માસમાં આ પ્રોજેકટ પૂર્ણ થશે. જેના કારણે રોજના ચારથી પાંચ હજાર જેટલા વાહનોને નવી સુવિધા મળશે. બગવાડાથી ઉદવાડા અને પારડી તરફ વાહન ચાલકો જતાં હોય છે.

વાપી હાઇવે સ્થિત બગવાડા રેલવે ફાટક બંધ રહે ત્યારે વાહનોની લાંબી કતારો લાગી જતી હોય છે. અકસ્માતો ન બને તે માટે રેલવે વિભાગે તમામ ફાટકો બંધ કરી રેલવે બ્રિજો બનાવવાનું આયોજન કર્યુ છે. ડીએફસીસીના માગદર્શન હેઠળ બગવાડા ફાટક પાસે બે માર્ગીય બ્રિજ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. 62 કરોડના ખર્ચે બે માર્ગીય રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે.

આ રેલવે ઓવરબ્રિજનો સમગ્ર પ્રોજેકટ ડીએફસીસી દ્વરા તૈયાર કરવામાં આવ્યો છે.થોડા મહિનાઓ પહેલા આ પ્રોજેકટનું ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ. હવે રેલવે બ્રિજના નિર્માણથી બગવાડા,ઉદવાડા તથા આજુબાજુના ગામોના લોકોને નવી સુવિધા મળશે. બગવાડા રેલવે ફાટક કાયમ માટે નિકળી જવાથી રોજના ચારથી પાંચ હજાર વાહન ચાલકોને રાહત થશે.

હાઇવે-રેલવે લાઇનની વચ્ચે બનશે બ્રિજ
બગવાડા ફાટક પાસે બે માર્ગીય રેલવે ઓવરબ્રિજ રેલવે લાઇન તથા નેશનલ હાઇવે પર બનશે. જેના કારણએ હાઇ‌વેને અડીને આવેલાં દબાણો માર્જિનમાં આવશે તો તેને હટાવામાં આવશે. વાપી પીડબલ્યુડી વિભાગના અધિકારીના જણાવ્યાં મુજબ આગામી 18 માસમાં સમગ્ર પ્રોજેકટ પૂર્ણ થવાની મુદ્ત છે.હાલ ઝડપથી કામગીરી સ્થળ પર ચાલી રહી છે.

બલીઠા રેલવે ઓવરબ્રિજની કામગીરી ઠપ
બલીઠા ફાટક પાસે તૈયાર થઇ રહેલા બલીઠા રેલવે ઓવરબ્રિજની કામગીરી હાલ બંધ જોવા મ‌ળી રહી છે. જેના કારણે આ પ્રોજેકટ વધુ વિલંબમાં મુકાઇ રહ્યો છે. આ પ્રોજેકટ માટે આવતાં અડચણોને દુર કરવાની તાતી જરૂરિયાત છે. બલીઠા ઓવરબ્રિજના નિર્માણ બાદ નવા વાપી ફલાય ઓવરબ્રિજની કામગીરી શરૂ થવાની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો