તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૌક્તે વાવાઝોડાથી કેરીને ખતરો:વલસાડ જિલ્લાના 90 ટકા કેરીના પાક સામે જોખમ, ખેડૂત ચિંતામાં; કેટલીક વાડીમાં કેરી બેડવાનું શરૂ

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોહિણી નક્ષત્ર જૂનમાં હોવાથી 33 હજાર હેક્ટરમાંથી માત્ર 10 ટકા કેરીનો પાક ઉતારાયો

આ વર્ષે રોહિણી નક્ષત્ર છેક જૂન માસમાં હોવાથી મોટા ભાગના ખેડૂતોએ હજી સુધી આંબા ઉપરથી કેરીને બેડવાની શરૂઅાત કરી નથી. વલસાડ જિલ્લામાં કુલ 33 હજાર હેકટરમાં કેરીનો પાક લેવાતો હોય છે. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 10 કેરીના પાકને જ બેડવામાં આવ્યો છે અને મહત્તમ પાક ઝાડ ઉપર જ છે. આ સંજોગમાં હવામાન વિભાગે અરબી સમુદ્દમાં બનેલા લો પ્રેશર આગામી બે દિવસમાં એટલે કે 16મી મે રવિવારની રાત્રીએ વાવાઝોડાના રૂપે ત્રાટકી શકે એમ છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશ દમણના દરિયા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા છે. જોકે, રવિવારે રાત્રે ત્રાટકનારા તૌક્તે વાવાઝોડાએ ખેડૂતની ચિંતા વધારી છે. અંદાજે 40થી લઇને 60 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન ફુંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઇને કેરીના પાકને મોટું નુકશાન થવાની સંભાવનાને લઇ ખેડૂતોની ઊંઘ ઊડી છે.

વધારે પવનની તિવ્રતા નુકશાનકારક
વાવાઝોડામાં જો પવન વિના વરસાદ પડે તો કેરીના પાકને એટલું નુકશાન થઇ શકે એમ નથી. જોકે, 40 કિમી પ્રતિકલાકથી વધુની ગતિથી પવન ફુંકાય તો કેરીનો પાક ઝાડ પરથી નીચે ખંખેરાય જવાની શક્યતા છે એવું કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકે જણાવ્યું છે.

ખેડૂતો પર વધુ એક આફતથી ચિંતા
આ વખતે કેરીનો પાક માત્ર 30થી 40 ટકા આવ્યો છે.જેથી ખેડૂતો ચિંતામાં છે ત્યારે આફતથી ખેડૂતોની ચિંતા વધી છે. 90 ટકા કેરીનો પાક આંબાવાડીમાં છે. જે ઉતારવાનો બાકી છે. વાવાઝોડામાં પવન વધુ હશે તો ભારે નુકસાન થઇ શકે છે.-ધર્મેશ મોદી,ખેડૂત,પારડી

ઉતારવા જેવી કેરી હોય તો વહેલી તકે ઉતારી લેજો
હાલમાં કેરીના પાકનું મહત્તમ પ્રમાણમાં હારવેસ્ટિંગ બાકી છે, અત્યારે માત્ર 25% જેટલી જ કેરી ઉતારવામાં આવી છે. બાકીની 75% કેરી હજુ પણ ઝાડ પર જ છે. ઉતારવા જેવી કેરી હોય તો વહેલી તકે ઉતારી લેવી જોઈએ જેથી કરીને નુકસાન ઓછું થાય.
- સી. કે. ટીમ્બડિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક, નવસારી કૃષિ યુનિવર્સિટી

એક તરફ કોરોના મહામારી તો બીજી તરફ અને બીજી તરફ વાવાઝોડાની આગાહી સાથે વહેલા વરસાદની વકીથી કેટલાક ખેડૂતોએ કેરી બેડવાનું શરૂ કરી દીધુ છે.વાપી ગ્રામ્ય વિસ્તારો અને સંઘપ્રદેશમાં કેટલાક ખેડૂતોએ પોતાની વાડીમાં કેરી ઉતારનારા ખેડૂતો પૈકી ધવલ પટેલે જણાવ્યું કે હાલમાં એક મણ કેસર કેરીનો ભાવ કવોલિટી પ્રમાણે 1300 થી 1500 સુધીનો છે.જયારે આફુસનો 1400 થી 1600 રૂ મણ છે. વાવાઝોડાની આગાહીના પગલે હાલ તો ખેડૂતોના જીવ અધ્ધર થયા છે.

અન્ય સમાચારો પણ છે...