ભાસ્કર અહેવાલની અસર:વાપી ચાર રસ્તાથી સેલવાસ માર્ગની મરામત શરૂ, હાઇવે ઓથોરોટી એકશનમાં

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપી જીઆઇડીસી ચાર રસ્તાથી સેલવાસ તરફ જતાં માર્ગ માત્ર ખાડાઓની ભરમાર અંગે 10 જુલાઇએ દિવ્ય ભાસ્કરે વિસ્તૃત અહેવાલની વલસાડ જિલ્લા સહિતના વિસ્તારોમાં ભારે ચર્ચા રહી હતી. આ અહેવાલ બાદ નેશનલ હાઇવે ઓથોરોટી એક્શનમં આવ્યું છે. ચાલુ વરસાદે વાપી જીઆઇડીસી ચાર રસ્તાથી સેલવાસ તરફના માર્ગ પર જેસીબી મશીનો સાથે માર્ગની મરામત કામગીરી ચાલુ કરી હતી. જો કે આ માર્ગનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે. છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા ચાલી રહી છે.

વાપી જીઆઇડીસી ચાર રસ્તાથી ચણોદ સુધીના અડધા કિલોમીટરમાં ખાડાઓના કારણે રોડ જોવા મળી રહ્યો નથી. રોજના હજારો વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. હજારો વાહન ચાલકોને પડતી મુશ્કેલી અંગે 10 જુલાઇએ દિવ્ય ભાસ્કરે ખરાબ રોડ અંગેનો વિસ્તૃત અહેવાલ રજુ કર્યો હતો. જેને લઇ નેશનલ હાઇવે ઓથોરોટી તંત્ર સફાળું જાગ્યું છે.

તંત્રએ આ માર્ગ પર 3થી વધુ જેસીબી મશીન મારફતે મરામત કામગીરી ચાલુ કરી હતી,ચાલુ વરસાદ હોવા છતાં પણ તંત્ર એકશનમાં જોવા મળ્યું હતું.10 જુલાઇની દિવ્ય ભાસ્કરની તસ્વીરની ભારે ચર્ચા લોકોમાં રહી હતી. આ ખરાબ માર્ગનો કાયમી ઉકેલ આવે તેવી માગ વાહન ચાલકો કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...