ભક્તોમાં આનંદ:ગણેશોત્સવમાં નિયંત્રણો દૂર 600 સ્થળોએ શ્રીજી મહોત્સવની તૈયારી

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગણેશ આયોજકોની સાથે મૂર્તિ બનાવનારામાં પણ ખુશી જોવા મળી. - Divya Bhaskar
ગણેશ આયોજકોની સાથે મૂર્તિ બનાવનારામાં પણ ખુશી જોવા મળી.
  • હવે 4 ફૂટથી વધુની પ્રતિમા સ્થપાશે
  • વાપી - જિલ્લાના મંડળોએ સરકારના નિર્ણયને આવકાર્યો

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવમાં 2021ની કોવિડ ગાઇડલાઇનના કારણે ગણેશ ભક્તોમાં મૂંઝવણ જોવા મળી રહી હતી, પરંતુ મુખ્યમંત્રીએ 2021ની ગાઇડલાઇનના તમામ નિયંત્રણો હટવતાં ગણેશ ભક્તોમાં ખુશી જોવા મ‌ળી રહી છે. વાપી,વલસાડ,ધરમપુર,પારડી ,ઉમરગામ સહિત 600થી વધુ સ્થળોએ સાર્વજનિક મંડળો દ્વારા શ્રીજી મહોત્સવની ઉજવણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ગણેશ મંડળોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે.

વલસાડ જિલ્લામાં અનેક સ્થળે શ્રીજી મહોત્સવનું મોટુ આયોજન કરવામાં આવે છે, પરંતુ કોરોનાના કારણે બે વર્ષથી બ્રેક લાગી ગઇ હતી. આ વખતે છૂટછાટ આપવા ગણેશ ભક્તોએ સરકારમાં રજૂઆત કરી હતી. જે અંતગર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલી જાહેરાત મુજબ કે ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહિ રહે. ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રહેશે. સરકારના આ નિર્ણયથી હવે ગણેશ ભક્તો ઉત્સાહમાં આવી ગયાં છે. નિયંત્રણો હટતાં હવે ગણેશ મહોત્સવની ઉજવણી મોટા પાયે થઇ શકશે.

વલસાડ જિલ્લામાં 600 મોટા સ્થળોએ શ્રીજી મહોત્સવનું સાર્વજનિક મંડળો દ્વારા આયોજન કરવામાં આવે છે. જેથી સરકારના નિર્ણય બાદ ગણેશ મંડળોએ ગણેશ મહોત્સવની ઉજવણીની તૈયારી અત્યારથી શરૂ કરી દીધી છે.

2021માં સરકારે આ ગાઇડલાઇન બહાર પાડી હતી
વર્ષ 2021ના ગણેશોત્સવમાં કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં લઇને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવામાં આવેલી હતી. તદ્દઅનુસાર, જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારીત કરી હતી, પરંતુ આ વખતે ઊંચાઇની મર્યાદા સરકારે હટાવી દીધી છે. જેથી હવે પરંપરાગત રીતે ગણેશ મહોત્સવની ઉજવણી થશે.

સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ
બે વર્ષથી વધુનો સમય કોરોના કાળમાં પસાર થયો છે. જેથી હવે કેસો ઓછા હોવાથી ગણેશ મહોત્સવ સહિતના તહેવારોની ઉજવણી માટે સરકારે છૂટ આપી છે તે આવકારદાયક છે. લોકોના હિતમાં સરકારે નિર્ણય લીધો છે. જેથી આ વખતે ગણેશ મહોત્સને ઉત્સાહભેર ઉજવવામાં આવશે. > સતન શુક્તા, રાજમોતિ મંડળ, વાપી ગુંજન

અન્ય સમાચારો પણ છે...