તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વાપીના ઉદ્યોગોને કોરોનાની બીજી લહેરમાં પણ રાહત આપો

વાપી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • VIA પ્રમુખે કોન્ફ્રરન્સમાં કેન્દ્રીય મંત્રી સમક્ષ પ્રશ્નો રજૂ કર્યા

કોરોના કાળમાં ઉદ્યોગોને તેમના કાર્યમાં કઈ તકલીફ પડી રહી છે તેની જાણકારી મેળવવા માટે ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં અને ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ અને ઇન્ડસ્ટ્રીઝ તથા ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન સાથે મળી એક વિડિયો કોન્ફ્રરન્સનું આયોજન થયું હતું. જેમાં વીઆઇએના પ્રકાશ ભદ્રાએ કેમિકલ ક્લસ્ટરને રિપ્રેઝન્ટ કરતા ભાગ લીધો હતો. જેમાં વીઆઇએ પ્રમુખે જણાવ્યુ હતું કે કોવિડ 19 ની પ્રથમ લહેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે આત્મનિર્ભર પેકેજ આપ્યુ હતું. જેને લીધે ઉદ્યોગો અને વેપારને ઘણી મદદ મળી હતી, પરંતુ આ બીજી વેવમાં વિનાશ વધુ તીવ્ર છે .

અને ઇન્ડસ્ટ્રીઝના સભ્યોને પણ ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ઉદ્યોગને ટકાવી રાખવા ઓછામાં ઓછા એક વર્ષ માટે સંપૂર્ણ ટેક્સ હોલિડે આપવાની જરૂરિયાત હતી. હવે ઘણા ઉદ્યોગો ખાસ કરીને ટેક્સટાઇલ, ડાયઝ, ઇન્ટરમિડિએટ્સ ક્ષેત્રે કાર્યરત છે અને તેમાંના ઘણાએ માંગના અભાવે તેમની ઉત્પાદન પ્રક્રિયા પણ બંધ કરી દીધી છે. આ ઉદ્યોગોને આ ગંભીર પરિસ્થિતિ દરમિયાન પણ આ યુટિલિટી બીલોના ન્યૂનતમ શુલ્ક ચૂકવવાની ફરજ પાડવામાં આવે છે, આવા ઉદ્યોગિક ક્ષેત્રને ખાસ માફી આપવા માટે યોગ્ય નીતિ તૈયાર કરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...