તંત્ર:એકસપાન્શન અંગે સુપ્રિમના સ્ટેથી વાપીના ઉદ્યોગોને રાહત

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • NGTએ ઇન્ડસ્ટ્રીના એકપાન્શન પર રોક લગાવી હતી

તાજેતરમાં ગ્રીન ટ્રીબ્યુનલે (એનજીટી) પર્યાવરણના મુદ્ે ઇન્ડસ્ટ્રીના એકપાન્શન પર રોક લગાવી દેવાનો આદેશ કર્યો હતો. જેને લઇ વાપી સહિતના ઉદ્યોગ એસોશિયનના સહયોગથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ સુપ્રિમકોર્ટમાં પિટિશન કરી હતી.આ આદેશ પર સ્ટે આવી જતાં વાપીના ઉદ્યોગોને રાહત થશે.

વાપી સહિત ગુજરાતના કેટલાક જીઆઇડીસી એસ્ટેટમાં એનજીટીના હુકમથી ભારે અસર થઇ રહી છે. અનેક એકમોને કરોડો રૂપિયાનો દંડ એનજીટીએ ફટકાર્યો હતો. ગત વર્ષે એનજીટીએ પર્યાવરણના મુદે ઉદ્યોગોના એકસપાન્શન પર રોક લગાવતો આદેશ કર્યો હતો. જેને લઇ વાપી,અંકેલેશ્વર,વટવા સહિતના એસોશિ.ને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ આ આદેશને સુપ્રિમકોર્ટમાં પડકાર્યો હતો. તાજેતરમાં એનજીટીના ઓર્ડર પર સુપ્રિમકોર્ટે સ્ટે ફરમાવ્યો છે. આ અંગે વીઆઇએ પ્રમુખ પ્રકાશ ભદ્રા અને સેક્રેટરી સતિષ પટેલે જણાવ્યુ હતુ કે વાપી સહિતના ઉદ્યોગોને હવે વિસ્તૃીકરણ માટે રાહત થશે. વીઆઇએ દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને આ મામલે સહયોગ કરાયો છે. સુપ્રિમકોર્ટના સ્ટેના કારણે ઉદ્યોગોને મોટી રાહત થશે. નિર્ણયને આવકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...