તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વાપીમાં ધૂમ સ્ટાઇલથી બાઈક હંકારતા પોલીસની લાલઆંખ, 21 બૂલેટ ડિટેઈન

વાપી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જીઆઇડીસી પોલીસે તમામને આરટીઓ દંડ ફટકારતા ફફડાટ

જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ હોય વાપી જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ વી.જી.ભરવાડએ ટ્રાફિક પોલીસ કર્મીઓને આપેલ સૂચનાને ધ્યાને લઇ જીઆઇડીસી વિસ્તારમાં પૂરઝડપે ધૂમ સ્ટાઇલમાં ગાડી હંકારનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સોમવારે જીઆઇડીસી પોલીસે ગુંજન, વૈશાલી ચારરસ્તા, જીઆઇડીસી ચારરસ્તા તેમજ વીઆઇએ ચારરસ્તા વિગેરે જગ્યાથી કુલ 21 બૂલેટ કબજે કરવામાં આવી હતી. આ તમામ ચાલકો પોતાની બૂલેટને રેસ કરી સાયલેન્સર થકી બિનજરૂરી ખૂબ જ અવાજ કરી ટ્રાફિકના નિયમોનો ઉલ્લંઘન તેમજ અવાજ પ્રદુષણ કરતા હોવાની બૂમ છેલ્લા કેટલા સમયથી લોકો કરી રહ્યા હતા. જીઆઇડીસી પોલીસે કરેલી કાર્યવાહીથી બૂલેટ ચાલકો તેમજ તેના ચાહકોમાં ફફડાટ ફેલાઇ જવા પામી હતી.

હાલ પોલીસે તમામ સામે 207 મુજબ ગુનો નોંધી આરટીઓ દંડ ફટકારી 21 બૂલેટ કબજે લીધી છે. જોકે ભવિષ્યમાં આવા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા પોલીસ વધુ સખત બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો