અરજી:વાપી પાલિકાના વોર્ડ-6ની બુથ રચનામાં ફેરફાર અંગે રાવ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીની પ્રક્રિયા પહેલા વાંધા અરજી

વાપી પાલિકાના વોર્ડ નં. 6ના બુથમાં ફેરફાર કરવામાં આવતા વિરોધ પક્ષના નેતા ખંડુભાઇ પટેલે ચૂંટણી અધિકારી અને કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી વાંધા અરજી આપી હતી. જેમાં વોર્ડ નં. 6 ની બુથ રચનામાં થયેલા ફેરફાર અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. વાપી પાલિકાના વોર્ડ નં. 6 ના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા ખંડુભાઇ ગુલાબભાઇ પટેલે બુધવારે ચૂંટણી અધિકારી અને કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. 6 માં અગાઉ બુથની રચના કરવામાં આવી હતી. જે બરાબર હતી. લોકોને સુગમતા પડે તેવી હતી. પરંતુ હાલની વોર્ડની રચના કરવામાં આવી છે. તે અયોગ્ય છે જેની સામે અમે સખત વાંધો ઉઠાવ્યે છે. વોર્ડ નં. 6 નો એક બુથ વોર્ડ નં. 7માં જે લઇ જવા માગે છે તે અયોગ્ય છે. કોળીવાડ પ્રાથમિક શાળા રૂમ નં. 2 માં કમિટી હોલ છે. અહીં બુથ ખસેડી શકાય એમ છે. કોળીવાડ પ્રાથમિક શાળા આંગણવાડીને લાગુ જલારામ ચેરીટેબલ ટ્રસ્ટનો કમિટી હોલ છે.

તેમાં પણ બુથને સમાવી શકાય છે. 1 -11 વાળો બુથ હિન્દી વિકાસ સ્કૂલ પાસે ખસેડાયો છે. તે વોર્ડ નં. 7માં આવે છે. જેમાં કુલ મતદાર 914 છે. તેમાંથી 500 મતદાર વયોવૃદ્ધ છે તેઓ તે સ્થળે જઇ શકે તેમ નથી. જેથી પહેલાની રચના હતી તે મુજબ બુથ રચના કરવા વિરોધ પક્ષના નેતાએ માગ કરી હતી. આમ વાપી પાલિકાની ચૂંટણી પહેલા વાંધાઅરજી અપાતા હવે શુ નિર્ણય આવે છે તેના પર સૌની મીટ છે.

અન્ય સમાચારો પણ છે...