સ્વચ્છતા સર્વેક્ષણ:શહેરની શાળા, કોલેજ સહિત 55 સંસ્થાઓને સફાઇમાં રેન્કિંગ

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટેગરી વાઇઝ વાપી પાલિકાના આરોગ્ય વિભાગે રેન્કિંગની જાહેરાત કરી

વાપી પાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણ 2022 અંતગર્ત સ્વચ્છતા રેન્કિંગ ઓફ સ્વચ્છમાં 55 સંસ્થાઓને આવરી લેવામાં આવી હતી. જેમાં હોટલ,સ્કૂલ, હોસ્પિટલ, સરકારી કચેરીઓ માર્કેટ એસોશિયનનો સમાવેશ થાય છ. વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય નહાર,કારોબારી અધ્યક્ષ મિતેશ દેસાઇ, સેનેટરી ઇન્સ્પેકટર ચેતન પરમાર સહિત પાલિકાના ઉચ્ચ કર્મચારીઓના હસ્તે 55 જેટલી સંસ્થાઓને સ્વચ્છતા સર્વેક્ષણ અંતગર્ત રેન્કિંગ આપવામાં આવ્યા હતાં.

શહેરને સ્વચ્છ બનાવાના ઉદેશ્ય સાથે પાલિકા દ્વારા સ્વચ્છતા રેન્કિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સેનેટરી ઇન્સ્પેકટર ચેતન પરમારે જણાવ્યું હતું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં વિવિધ કેટગરી મુજબ શહેરીજનોને પણ આવરી લેવાશે.

સરકારી કચેરીમાં GST ભવન પ્રથમ
સરકારી કચેરીમાં સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કિંગમાં જીએસટી ભવનને પ્રથમ રેન્ક આપવામાં આવ્યો છે. વાપી પીડબલ્યુડી વિભાગને બીજો ક્રમાંક આપવામાં આવ્યો છે. માર્કેટ એશો.ની કેટેગરીમાં વી-2ને પ્રથમ રેન્ક અને શોપર ગેટને બીજાક્રમ આપવામાં આવ્યો હતો. હોટલમાં બાપુસને પ્રથમક્રમ અને તોરલને બીજો નંબર આપવામાં આવ્યો હતો.

સ્વચ્છતામાં પરિખ હોસ્પિટલને પ્રથમ રેન્ક
પાલિકાએ પરિખ હોસ્પિટલને પ્રથમ રેન્ક- આયુષ્ય હોસ્પિટલને બીજો રેન્ક આપ્યો હતો.કોલેજેામાં કેબીએસ કોલેજને પ્રથમક્રમ,કેબીઅએેસ કોલેજ (શાકશી એન્ડ ગૃપ) બીજો ક્રમાંક અને રોફેલ કોલેજને ત્રીજો ક્રમાંક આપવામાં આવ્યો હતો. વોલ પેઇન્ટિંગ અને ડ્રોઇંગમાં પણ કોલેજોને રોન્કિંગ આપવામાં આવ્યું હતું.

સ્કૂલોમાં પ્રથમક્રમે અજીતનગર પ્રા.શાળા
પાલિકાએ જાહેર કરેલા સ્કૂલોના સર્વેક્ષણમાં પ્રથમક્રમે અજીતનગર પ્રા.શાળામને પ્રથમક્રમ અને બીજાક્રમે ડુંગર ફળિયા ચલાને બીજો ક્રમાંક આપવામાં આવ્યો હતો. ખાનગી સ્કૂલોમાં પ્રથમ નંબરે એલ.જી.હરિયા મલ્ટીપરપઝ સ્કૂલ ડુંગરા અને બીજાક્રમે આર.એસ.જુનજુનવાળા ઇન્ટરનેશનલ સ્કુલનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...