ચકચાર:રખોલીની મહિલાએ લગ્નના 4 માસમાં જ આપઘાત કર્યો

સેલવાસ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પિયરમાં આવી ફાંસો ખાઇ લીધો

દાનહના રખોલી કરાડ ગામે રહેતી અને સેલવાસ ઉલ્ટન ફળિયા ખાતે ચાર માસ પહેલા લગ્ન કરનાર યુવતીએ પોતાના પિયરમાં જઈ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.

પ્રાપ્ત વિગત અનુસાર દિવ્યા નાનુ પટેલ ઉ.વ.22 રહેવાસી રખોલી કરાડ જેના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. જેનુ સાસરું ઉલ્ટન ફળિયા સેલવાસ છે. દિવ્યા એના પિયર ગઇ હતી અને કોઈક અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ થતા રખોલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને લાશનો કબ્જો લઇ પીએમ માટે સેલવાસ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે, આ યુવતીના લગ્ન થયાને હજી ચાર જ મહિના થયા છે જેથી આ ઘટના એક ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે બન્ને પક્ષના નિવેદન લેવા માટે તૈયારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...