ઉમરગામ વિસ્તારમાં બે સ્થળે એલસીબીએ રેઇડ કરી દેશી દારૂ બનાવતા સાધનો સાથે એક ઇસમની જ્યારે વિદેશી દારૂ વેચતી એક મહિલાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીની ટીમે રવિવારે ઉમરગામ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ડમરૂવાડી ડોસલા મહાદેવ મંદિરની બાજુમાં રેઇડ કરતા આરોપી ઉર્મિલાબેન કલ્યાણજી માછીના ઘરે રેઇડ કરતા દારૂની બોટલ નંગ-16 કિં.રૂ.2000 મળી આવતા આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી.
બીજા બનાવમાં દહેરી ગામ ખાતે ધોડીયાવાડ વડમોરાફળિયામાં રહેતા અરૂણ પ્રેમા ધોડીના ઘરે રેઇડ કરતા દેશી દારૂ ગાળવાના સાધનો, ભઠીમાં જોડેલ એલ્યુમીનિયમના દેગડા, તપેલા, 5 લીટર દેશી દારૂ અને ગોળપાણીના રસાયણ તેમજ નવસાર મળી કુલ રૂ.9,300નો મુદ્દામાલ કબજે લઇ પોલીસે આરોપી અરૂણ સામે ઉમરગામ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા આગળની તપાસ ઉમરગામ પોલીસને સોંપી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.