એજ્યુકેશન:સલવાવ ફાર્મસી કોલેજની ક્વોલિટી એસ્યુરન્સ- ફાર્મસીનું 100% પરિણામ

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા માસ્ટર ઓફ ફાર્મસીનું ચોથા સેમેસ્ટરમાં સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા ફાર્મસી કોલેજ જી.ટી.યુ. માં જાહેર થયેલા આ પરિણામમાં એમ. ફાર્મ કોલેજની ક્વોલિટી એસ્યુરન્સ અને ફાર્માસ્યુટિકસ એમ બન્ને શાખાનું 100 ટકા પરિણામ સાથે કોલેજના બે વિદ્યાર્થીઓ બ્રાંચ વાઈઝ પરિણામમાં જી.ટી.યુ. ટોપ ટેન માં આવતા કોલેજ અને સંસ્થાનું ગૌરવ વધ્યું છે.

આ બ્રાંચ વાઈઝ પરિણામમાં ફાર્માસ્યુટીકલ ક્વોલિટી એસ્યુરન્સ શાખા માંથી વિધિ નવીન પટેલ, સીપીઆઈ 9.25, સાતમો ક્રમે તથા ફાર્માસ્યુટિકસ શાખામાંથી માનસી પ્રફુલ માહ્યાવંશી, સીપીઆઈ 9.27 અને એસપીઆઈ 10 સાથે સમગ્ર યુનિવર્સીટીમાં બ્રાંચ વાઈઝ પરિણામમાં નવમો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

ફાર્માસ્યુટિક્સમાં હેનલ ઉપાધ્યાય 10 એસપીઆઈ પ્રાપ્ત કર્યા છે. ક્વોલિટી એસ્યુરન્સ શાખા માં બંસી રાકેશ કંટારીઆ અને મોનીકા ચીમન પટેલે 10 એસ. પી. આઈ પ્રાપ્ત પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું છે. પૂરાણી સ્વામી, કપિલ સ્વામી, કેમ્પસ ડીરેક્ટર અને એમ. ફાર્મ હેડ ડૉ. શૈલેશ લુહાર, કેમ્પસ ડીરેક્ટર હિતેન ઉપાધ્યાય, આચાર્ય ડૉ. સચિન નારખેડેશુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...