નિર્ણય:અન્ય સંગઠનોને સાથે રાખીને લઘુ ઉદ્યોગ ભારતી એકમોના પ્રશ્નો ઉકેલશે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની બેઠકમાં કારોબારીની રચના,વિવિધ મુદે ચર્ચા

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની શનિવારે મળેલી બેઠકમાં શરદભાઈ ઠાકરની ગુજરાત પ્રાંતના, ગુજરાત સંભાગના પ્રમુખ તરીકે નિયુક્તિ પ્રાંત દ્વારા કરાતા અભિવાદન કરાયુ હતું. આ બેઠકમાં રાજેશભાઈ રાણા (માં. સંઘ ચાલક -નવસારી વિભાગ), સુમનભાઇ ભાવસાર (લ.ઉ.ભા. વલસાડ જિલ્લાના સ્થાપક) આનદભાઇ પિમ્પુટ્ત્કર ( માં. સંઘ ચાલક – વલસાડ જિલ્લા), પ્રકાશભાઈ ગાલા ( સહકાર્યવાહ –નવસારી વિભાગ) ચિરાગભાઈ પ્રજાપતિ ( વલસાડ જિલ્લા સંઘ પ્રચારક ), ધ્રુવભાઈ કળસરિયા ( માં. સંઘ ચાલક-વાપી નગર) ,ઉદ્યોગકારો હાજર રહ્યા હતાં.

વલસાડ જિલ્લાની કારોબારીની રચનામાં જિલ્લા પ્રમુખ તરીકે જગદીશભાઇ પરમાર અને મહામંત્રી તરીકે પિયુષભાઈ જૈનની વરણી 2 વર્ષ માટે કરાઇ હતી. નવનિયુક્ત પ્રાંત પ્રમુખ શરદભાઈ ઠાકરે સંઘની ઉદ્યોગ શાખાનો પરિચય આપતા કહ્યું કે, ઉદ્યોગોને લગતા પ્રશ્નોનું સરકારમાં યોગ્ય વિભાગોમાં જિલ્લાના અન્ય સંગઠનોને સાથે રાખીને નિરાકરણ કરવાની સક્રિય ભૂમિકા લ.ઉ.ભા. કરશે. પર્યાવરણનું ધ્યાન રાખીને ઉદ્યોગોનો વિકાસ ગ્લોબલ કોમ્પિટિશન ની સામે સક્ષમ બની રહે તેવા પ્રયન્ત્નો કરશે. આવનારા સમયમાં સંગઠન વધુ મજબૂત બને તે માટે જિલ્લાના ઉદ્યોગકારોને લઘુ ઉદ્યોગ ભારતીના મેમ્બર બનવાનું અને વધુ લોકો જોડાય તેવું આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...