તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:પં. સાતવળેકરની તપોભૂમિનાં દર્શનથી ધન્ય થયો, શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનાં ખજાનચીએ મુલાકાત લીધી

વાપી​​​​​​​19 દિવસ પહેલા
 • કૉપી લિંક

પારડી સ્વાધ્યાય મંડળ સંસ્થામાં શ્રી રામજન્મ ભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનાં ખજાનચી ગોવિંદ ગિરિ મહારાજ સ્વાઘ્યાય મંડળની મુલાકાત લીધી હતી. અને જેઓએ પંડિત સાતવળેકરની તપોભૂમિનાં દર્શનથી તેઓ પ્રભાવિત થઇ ધન્યતા અનુભ વી હતી.

ગોવિંદ ગિરિ મહારાજ મોટર માર્ગે પૂના જઈ રહ્યા હતા.ત્યારે પારડી સ્થિત સ્વાધ્યાય મંડળ સંસ્થા પંડિત સાતવળેકરજીની તપોભૂમિમાં પધાર્યા હતાં.અને તેઓએ તપોભૂમિનાં દર્શન કરી સાતવળકેરજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી ઘન્યતા અનુભવી હતી. ઉપરાંત તેમનું નિવાસસ્થાન ,કર્મ મંદિર નિહાળી તેઓનું કાર્યથી પ્રભાવિત થયા હતાં.તેમજ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોની સાથે વાર્તાલાપ કરતાં ગુરુકુળના શિક્ષણ માટે પ્રાપ્ત તકનો ઉપયોગ કરી વેદ સંસ્કૃતિના સંવર્ધનના લક્ષ્યને સાધી ભારતમાતાના આશિષ મળે એવી શુભકામના વ્યક્ત કરી હતી.

સ્વાઘ્યાય મંડળને શુભકામના આપવાની સાથે સહયોગ રાશિ પણ સ્વામીએ આગ્રહપૂર્વક અર્પણ કરી હતી.તેમજ વિદ્યાલયના ગુરુજીઓ અને પ્રાધ્યાપકોને આશિષ અને ભેટ અર્પણ કરી શુભકામના પાઠવી હતી.ગોવિંદ ગિરિ મહારાજ શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના તેઓ કોષાધ્યક્ષ ટ્રસ્ટી હોવાથી અત્યંત વ્યસ્ત હોવા છતાં મુલાકાત કરી એમણે સૌની સાથે વાર્તાલાપ કર્યો હતો.અને કહ્યું હતું કે,હવે પછીના સમયમાં નિરાંતે હું સ્વાધ્યાય મંડળ સંસ્થામાં પંડિત સાતવળેકરની તપોભૂમિમાં પુનઃ આવીશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો