તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ફોસલાવીને ધર્માતરણની પ્રવૃતિ બંધ થવી જોઇએ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાપીના સલવાવમાં સંતો,હિન્દુ સંગઠનોની લવ જેહાદ,ધર્માતરણના મુદે બેઠક મળી

રાજયમાં લવ જેહાદ અને ધર્માંતરણ જેવા જલદ મુદાઓ પર વિશેષ ચર્ચા કરવા રવિવારે વાપીના સલવાવ સ્વામિનારાયણ સ્કુલમાં યુવા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. હાજર સંતો અને હિન્દુ સંગઠનોના પદાધિકારીઓએ ધર્માંતરણ રોકવા અંગે આહવાન કર્યુ હતું. ચીખલીના ધનશ્યામ સ્વામીએ કહ્યું હતું કે આદિવાસીઓને ફોસલાવીને થતી ધર્માંતરણની પ્રવૃતિ બંધ થવી જોઇએ.

વાપીના સલવાવ સ્વામિનારાયણ ગુરૂકૂળમાં રવિવારે યુવા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો,વલસાડ જિલ્લા હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરી વચ્ચે સંમેલનનો પ્રારંભ થયો હતો. જેમાં સલવાવની સંસ્થાના ટ્રસ્ટી કપિલ સ્વામીએ જણાવ્યું હતું કે દરેક હિન્દુઓએ હિન્દુ સંસ્કૃતિ અને ધર્મનું રક્ષણ કરવું જોઇએ.દરેકે કોઇને કોઇ હિન્દુ સંગઠન સાથે જોડાયેલા રહેવું જોઇએ. તોજ સંસ્કૃતિ અને ધર્મની રક્ષા કરી શકાશે.

સ્વામીનારાયણ ગુરૂકૂળ ચીખલીના ધનશ્યામ સ્વામીએ જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિનાં જતન માટે યુવાનોએ આગળ આવી જાગૃત રહેવું જોઇએ. સંગઠિત રહેવું જોઇએ. ગૌ હત્યા બંધ થવી જોઇએ. આદિવાસીઓને ફોસલાવીને ધર્માંતરણની પ્રવૃતિ બંધ થવી જોઇએ. ગૌરક્ષક હાર્દિક કંસારાના નિધનના પગવે બે મિનિટ મૌન રહી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

દુર્ગાવાહિની પ્રમુખ જલ્પાબેન ખત્રીએ જણાવ્યુ હતું કે યુવતીઓને ફોસલાવી ન જાય તે માટે જાગૃત રહી ધર્મ સાથે જોડાયેલા રહેવું જોઇએ. કાર્યક્રમમાં ગૌ સેવા યુવા સંગઠનના આયુષ પટેલ, ઉદય દેસાઇ,નરેન્દ્ર વગેરે હાજર રહ્યા હતાં. છેલ્લા થોડા સમયથી દેશમાં અને રાજ્યમાં લવજેહાદ અને ધર્માંતરના મુદ્દે લોકોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...