તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:મિલ્કતધારકો પાસે 53.45 કરોડ,સંસ્થાઓ પાસે 4.77 કરોડ બાકી

વાપી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાપી નોટિફાઈડની એક સંસ્થાઓએ ટેકસ ભર્યો છતાં 91 કરોડ ચોપડે બાકી

વાપી નોટિફાઇડમાં સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ બાકી ટેકસ ન ભરતાં દર વર્ષે બાકી ટેકસની રકમ વ્યાજ સાથે વધી રહી હતી, પરંતુ આ વર્ષે સરકારની યોજનાનો સામાજિક સંસ્થાએ લાભ લઇ બાકી ટેકસ ભરી દીધો હતો,પરંતુ નાણાંકીય વર્ષ પૂર્ણ થવા છતાં પણ નોટિફાઇડના ચોપડે 91.18 કરોડની વસુલાત હજુ પણ બાકી બોલી રહી છે. જો કે પાલિકાએ આ વર્ષે સૌથી વધુ વસુલાત નોંધાવી છે.

વાપી નોટીફાઈડ એરિયા કચેરીમાં 15300થી વધુ મિલકતો નોંધાયેલી છે. છેલ્લા થોડા વર્ષોથી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ટેકસ ન ભરતાં નોટિફાઇડના ચોપડે 100 કરોડથી વધુની રકમ બાકી બોલી રહી હતી. વ્યાજ સહિત આ રકમ વધતી હતી. આ ઉપરાંત કંપનીના કેટલાક સંચાલકો પણ વેરાની રકમ ભરવામાં વર્ષોથી ઉદાસીનતાં રાખતાં બાકી વસુલાતની રકમનો આંક વધી રહ્યો હતો. પરંતુ આ વર્ષે સરકારે ટેકસ માટેની નવી સ્કીમ મુકતાં અનેક સંસ્થાઓેએ તેમનો લાભ લીધો હતો.

વાપી વેસ્ટ,વાપી વીઆઇએ,સેન્ટ્રલ ઓફ એકસીલન્ટ, સીઇટીપી,લાયન્સ કલબ ઓફ ઉદ્યોગ નગર, લાયન્સ બ્લડ બેન્ક, કૌશિક હરિયા એજયુકેશન ફાઉન્ડેશન, વાપી જ્ઞાનધામ સ્કુલ, આર.કે.મેમોરિયમ ટ્રસ્ટ, હરિયા કેન્ટીન સહિતની સંસ્થાઓએ બાકી ટેકસ ભરી દીધો હતો. જયારે રોફેલ એમબીએ,સેન્ટ મેરી સ્કુલ,ગ્રામીણ કેળવણી મંડળ,હરિયા હોસ્પિટલનો ટેકસ હજુ ભરાયો નથી. મોટા ભાગની સંસ્થાઓએ ટેકસ ભરવા છતાં પણ નોટિફાઇડના ચોપડે 91.18 કરોડની વસુલાત બાકી બોલી રહી છે.

હજુ વસુલાત કયા બાકી બોલી રહી છે
વાપી નોટિફાઇડમાં કેટલાક રેગ્યુલર કરદાતાઓ ટેકસ ભર્યો નથી, જેમાં 308715589,બાકી વ્યાજ 225859530 મળી કુલ 53.45 કરોડની વસુલાત બાકી છે. જયારે બાકી સંસ્થાઓ પાસે કુલ 20554947,વ્યાજ 27226387 મ‌ળી કુલ 4.77 કરોડની વસુલાત બાકી છે. મિસ્તુ લિ. ની 33.58 કરોડની વસુલાત મળી કુલ નોટિફાઇડની બાકી વસુલાત 918173241 બાકી હોવાનું ચીફ ઓફિસર એ.સી.પટેલે જણાવ્યુ હતું.

82 કરદાતાની 10 લાખની વધુની વસુલાત બાકી
નોટિફાઇડમાં 31 માર્ચે પૂર્ણ થતાં નાણાકીય વર્ષમાં 581 કરદાતાઓ એવા છે કે તમામનો 1 લાખનો ટેકસ ભરવાનો બાકી છે. જયારે 196 કરદાતાઓ પાસે 5 લાખથી વધુ બાકી વસુલાત છે. જયારે 82 કરદાતાઓની 10 લાખથી વધુની વસુલાત બાકી છે. વાર-વાર નોટિશ છતાં પણ કેટલાક કરદાતાઓ ટેકસ ભરતાં નથી. પરિણામે વ્યાજ સહિત મદ્લ રકમ વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો